નવી દિલ્હીઃ PM Narendra Modi invested in Post Office Scheme: તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન પીએમ મોદીની સંપત્તિની વિગત સામે આવી હતી. પીએમ મોદીએ પોતાની સંપત્તિમાં રોકાણ વિશે પણ જણાવ્યું છે અને તેમાં પોસ્ટ ઓફિસની સ્કીમનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સ્કીમ છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 
(National Savings Certificate- NSC). આ સ્કીમમાં પીએમ મોદીએ 9.12 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. NSC એક ડિપોઝિટ સ્કીમ છે, જેમાં 5 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં આ સ્કીમ પર 7.7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તમે પણ આ સ્કીમમાં રોકાણ કરી શાનદાર રિટર્ન મેળવી શકો છો. જાણો આ સ્કીમની ખાસ વાતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ કરી શકે છે રોકાણ
કોઈપણ ભારતીય નાગરિક આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે. બેથી ત્રણ લોકો મળીને સંયુક્ત એકાઉન્ટ ખોલાવી શકે છે. માઇનરના નામથી તેના માતા-પિતા કે વાલી રોકાણ કરી શકો છે, 10 વર્ષથી મોટા બાળકો પોતાના નામથી એનએસસી ખરીદી શકે છે. તમે એક સાથે વધારે એકાઉન્ટ ખોલાવી શકો છો. NSC માં લઘુત્તમ 100 0 રૂપિયાથી રોકાણ કરી શકો છો અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે ઈચ્છો એટલા રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ સ્કીમ પર 80C હેઠળ ટેક્સ બેનિફિટ પણ મળે છે. 


આ પણ વાંચોઃ સોના બાદ ચાંદીના ભાવે બનાવ્યો રેકોર્ડ, 86000 ની નજીક પહોંચી, ગોલ્ડમાં પણ તેજી


PM મોદી જેટલું રોકાણ કરવા પર કેટલું રિટર્ન મળશે
પીએમ નરેન્દ્ર મોદીએ આ સ્કીમમાં 9,12,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. જો તમે પણ આટલી રકમનું રોકાણ કરો છો તો વર્તમાન વ્યાજદર પ્રમાણે 5 વર્ષમાં માત્ર વ્યાજથી 4,09,519  રૂપિયા પ્રાપ્ત કરી શકો છો. આ રીતે તમને મેચ્યોરિટી પર કુલ 13,21,519 રૂપિયા મળશે. જો તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમને 4,04,130 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને 13,04,130 તમારી મેચ્યોરિટી રમક હશે.


1 લાખથી 5 લાખના રોકાણ પર કેટલું રિટર્ન
1,00,000 રૂપિયાના રોકાણ પર વ્યાજ 44,903 રૂપિયા અને પાકતી મુદતની રકમ 1,44,903 રૂપિયા હશે.
2,00,000 રૂપિયાના રોકાણ પર વ્યાજ 89,807 રૂપિયા અને પાકતી મુદતની રકમ 2,89,807 રૂપિયા હશે.
3,00,000 રૂપિયાના રોકાણ પર વ્યાજ 1,34,710 રૂપિયા અને પાકતી મુદતની રકમ 4,34,710 રૂપિયા હશે.
4,00,000 રૂપિયાના રોકાણ પર વ્યાજ 1,79,614 રૂપિયા અને પાકતી મુદતની રકમ 5,79,614 રૂપિયા હશે.
5,00,000 રૂપિયાના રોકાણ પર વ્યાજ 2,24,517 રૂપિયા અને પાકતી મુદતની રકમ 7,24,517 રૂપિયા હશે.