Post Office Scheme: એકસાથે ₹5 લાખ જમા કરો, ગેરંટી સાથે રિટર્ન મળશે 10 લાખ, સમજો કેલકુલેશન
Post Office TD: પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટર્મ ડિપોઝિટ સ્કીમમાં ખાતાધારકને ઇનકમ ટેક્સ સેક્શન 80સી અંતર્ગત 1.5 લાખ સુધીના ટેક્સ ડિડક્શનનો પણ ફાયદો મળે છે.
નવી દિલ્હીઃ Post Office TD: એકસાથે જમા ડિપોઝિટ પર કોઈ જોખમ લીધા વગર ગેરેન્ટેડ રિટર્ન ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ સ્કીમ એક સારો વિકલ્પ છે. 1 એપ્રિલ 2023થી પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit Account) પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં વ્યાજ દરની ચુકવણી વાર્ષિક આધાર પર કરવામાં આવે છે. પરંતુ વ્યાજનું કમ્પાઉન્ડિંગ ક્વાર્ટર આધાર પર થાય છે. પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટર્મ ડિપોઝિટ સ્કીમમાં ખાતાધારકને ઇનકમ ટેક્સ સેક્શન 80સી અંતર્ગત 1.5 લાખ સુધીના ટેક્સ ડિડક્શનનો પણ ફાયદો મળે છે. 5 વર્ષ સિવાય પોસ્ટ ઓફિસમાં 1, 2 અને 3 વર્ષની મેચ્યોરિટીવાળી ટર્મ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં મેચ્યોરિટી બાદ બીજીવાર સમાન અવધી માટે ડિપોઝિટનો વિકલ્પ મળે છે.
Post Office: એક સાથે પાંચ લાખ જમા પર મળશે 50 લાખ
પોસ્ટ ઓપિસમાં 5 વર્ષની FD પર કસ્ટમરને 1 એપ્રિલ 2023થી 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. Post Office FD Calculator 2023 પ્રમાણે 5 લાખ રૂપિયાની ડિપોઝિટ કરો છો, તો મેચ્યોરિટી પર રેગુલર કસ્ટમરને 7,24,974 રૂપિયા મળશે. તેમાં વ્યાજથી 2,24,974 રૂપિયાની કમાણી થશે. મેચ્યોરિટી બાદ આ સ્કીમને વધુ પાંચ વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકો છો. આ રીતે 5 લાખ રૂપિયાને એક સાથે ડિપોઝિટ 10 વર્ષમાં વધીને 10,51,175 રૂપિયા થઈ જશે. તેમાં વ્યાજથી 5,51,175 રૂપિયાની આવક થશે. એટલે કે 10 વર્ષમાં તમારૂ રોકાણ ડબલ થઈ જશે.
આ પણ વાંચોઃ Gold Silver Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
Post Office TD: દર ક્વાર્ટરમાં વ્યાજદરની સમીક્ષા
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ હેઠળ સિંગલ એકાઉન્ટ અને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલવામાં આવે છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 3 વયસ્કોનો સમાવેશ કરી શકાય છે. આ ખાતું ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખોલાવી શકાય છે. આ પછી તમે તેમાં રૂ.100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ ટીડીમાં રોકાણની કોઈ મર્યાદા નથી. નાણા મંત્રાલય દર ક્વાર્ટરમાં નાની બચત પરના વ્યાજ દરોની સમીક્ષા કરે છે.
Post Office TD: ટેક્સ ડિડક્શનનો ફાયદો
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની એફડી પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઇનકમ ટેક્સ સેક્શન 80સી અંતર્ગત 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે એફડીમાં મેચ્યોરિટી પર મળનારી રકમ ટેક્સેબલ હોય છે. પોસ્ટ ઓફિસ ટીડીમાં 1 વર્ષ પર 6.8 ટકા, 2 વર્ષ પર 6.9 ટકા અને ત્રણ વર્ષ પર 7 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં વ્યાજદરોની ગણતરી દર ત્રણ મહિને કરવામાં આવે છે, પરંતુ ચુકવણી વાર્ષિક આધાર પર કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube