Post Office ની આ 9 સ્કીમ પર મળે છે ગેરેન્ટેડ રિટર્ન, જાણો કેટલા વર્ષમાં પૈસા થશે ડબલ
Post Office Saving Schemes: Post Office ઘણી બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાની સૌથી ખાસ વાત હોય છે કે, તેના પર સરકાર ગેરેન્ટી આપે છે. એટલે કે, તમારા પૈસા ડૂબશે નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ પોસ્ટ ઓફિસ અને તેમની તમામ બચત યોજનાઓ વિશે. અમે તે પણ જણાવી શું કે, જો તમે આ યોજનાઓમાં તમારા પૈસા રોકો છો તો કેટલા સમય બાદ તમારા પૈસા ડબલ થઈ જશે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ અને તેમના વ્યાજ દર.
નવી દિલ્હી: Post Office Saving Schemes: Post Office ઘણી બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાની સૌથી ખાસ વાત હોય છે કે, તેના પર સરકાર ગેરેન્ટી આપે છે. એટલે કે, તમારા પૈસા ડૂબશે નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ પોસ્ટ ઓફિસ અને તેમની તમામ બચત યોજનાઓ વિશે. અમે તે પણ જણાવી શું કે, જો તમે આ યોજનાઓમાં તમારા પૈસા રોકો છો તો કેટલા સમય બાદ તમારા પૈસા ડબલ થઈ જશે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ અને તેમના વ્યાજ દર.
1. Post Office ટાઈમ ડિપોઝિટ
પોસ્ટ ઓફિસની 1 વર્ષથી 3 વર્ષ સુધીની ટાઈમ ડિપોઝિટ (TD) પર આ સમયે 5.5 ટકા વ્યાજ મળે છે. જો તમે તેમાં રોકાણ કરો છો, તો પછી તમારા પૈસા લગભગ 13 વર્ષે ડબલ થઈ જશે. એ જ રીતે, તમને 5 વર્ષના ટાઇમ ડિપોઝિટ પર તમને 6.7 ટકા વ્યાજ મળશે. જો આ વ્યાજના દર સાથે પૈસાનું રોકાણ કરવામાં આવે છે, તો પછી તમારા નાણાં લગભગ 10.75 વર્ષે ડબલ થઈ જશે.
આ પણ વાંચો:- Airtel અને Jio ના રિચાર્જ પ્લાન કરતા પણ સૌથી સસ્તો છે BSNL નો આ પ્લાન, જાણો શું છે ખાસ
2. Post Office સેવિંગ બેંક એકાઉન્ટ
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં જો તમે તમારા પૈસા રાખો છો, તો તમારે પૈસા બમણા થવા માટે લાંબી રાહ જોવી પડશે. કારણ કે તેમાં ફક્ત 4.0 ટકા વ્યાજ મળે છે, એટલે કે, તમારા પૈસા 18 વર્ષે ડબલ થશે.
3. Post Office રિકરિંગ ડિપોઝિટ
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) પર તમને અત્યારે 8.8 ટકા વ્યાજ આપવામાં આવે છે, તેથી જો આ વ્યાજના દર સાથે નાણાંનું રોકાણ કરવામાં આવે તો તે લગભગ 12.41 વર્ષે ડબલ થઈ જશે.
4. Post Office મંથલી ઇનકમ સ્કીમ
પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (MIS) પર અત્યારે 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે, જો આ વ્યાજના દર સાથે નાણાંનું રોકાણ કરવામાં આવે તો તે આશરે 10.91 વર્ષે ડબલ થઈ જાય છે.
આ પણ વાંચો:- Gold Price Today: સોનું 10,000 રૂપિયા સસ્તું! જાણો આજની માર્કેટ પ્રાઈઝ
5. Post Office સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) આ સમયે 7.4 ટકા વ્યાદ આપે છે. તમારા પૈસા આ સ્કીમમાં લગભગ 9.73 વર્ષે ડબલ થઈ જશે.
6. Post Office PPF
પોસ્ટ ઓફિસની 15 વર્ષની પબ્લિક પ્રોવિડેન્ટ ફન્ડ (PPF) પર આ સમયે 7.1 ટકા વ્યાજ મળે છે. એટલે કે આ રેટ પર તમારા પૈસા ડબલ થવામાં લગભગ 10.14 વર્ષનો સમય લાગશે.
7. Post Office સુકન્યા સમૃદ્ધિ યોજના
પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ ખાતા સ્કીમ પર આ સમયે સૌથી વધારે 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. છોકરીઓ માટે શરૂ કરવામાં આવેલી આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં લગભગ 9.47 વર્ષનો સમય લાગે છે.
આ પણ વાંચો:- પાકિટમાં વધારે રૂપિયા લઈને ફરવાની જરૂર નથી, અપનાવો આ શ્રેષ્ઠ વિકલ્પ
8. Post Office નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પર આ સમયે 6.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ એક 5 વર્ષીય બચત યોજના છે. જેમાં રોકાણ કરી ઇનકમ ટેક્સની બચત પણ કરી શકાય છે. આ વ્યાજ દરથી જો પૈસા રોકાણ કરવામાં આવે તો લગભગ 10.59 વર્ષે ડબલ થઈ જશે.
9. Post Office કિસાન વિકાસ પત્ર
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમમાં આ સમયે 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ વ્યાજ દરથી અહીં રોકાણ કરેલી રમક 124 મહિનામાં (10 વર્ષ અને 4 મહિના) ડબલ થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube