Post Office RD: પોસ્ટ ઓફિસમાં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. આજે પણ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પોસ્ટ ઓફિસ છે. સારા વળતરની સાથે, મની બેક ગેરંટી પણ અહીં ઉપલબ્ધ છે. આજે અમે તમને Post Office RD (રિકરિંગ ડિપોઝિટ) વિશે જણાવીશું, જેના દ્વારા તમે 5,000 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું વ્યાજ મળશે
હાલમાં, તમને પોસ્ટ ઓફિસના 5 વર્ષના આરડી પર 5.8 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં, તમે સિંગલ એકાઉન્ટ પણ ખોલી શકો છો. આ સાથે 3 વયસ્કો એકસાથે ખોલાવેલું જોઈન્ટ એકાઉન્ટ પણ મેળવી શકે છે.


10 ના ગુણાંકમાં નાણાં જમા કરાવો
આ સ્કીમમાં તમારે 10 ના ગુણાંકમાં પૈસા જમા કરાવવાના રહેશે. તમારે તેમાં સમયસર પૈસા જમા કરાવવા પડશે. જો તમે તેના હપ્તા આપવામાં વિલંબ કરો છો અથવા તમે ભૂલી જાઓ છો, તો તમારે લેટ ફી પણ ચૂકવવી પડશે.


આ પણ વાંચો : 


અંજલિ હત્યા કેસમાં 11 પોલીસકર્મી સસ્પેન્ડ : ફરજ પર બેદરકારીનો છે આરોપ


ઘર ફૂટે ઘર જાય! ભાજપે કોંગ્રેસને પપેટ બનાવી દીધી : ગુજરાતમાં હવે આ સન્માન પણ ગુમાવશે


5000નું રોકાણ કરવાનું છે
જો તમે આ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયા જમા કરો છો અને તમને સ્કીમ પર 5.8 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. જો તમે 5 વર્ષ સુધી સતત રોકાણ કરો છો તો તમને 3 લાખ 48 હજાર 480 રૂપિયા મળશે.


જમા રકમ 3 લાખ હશે
આમાં તમારી જમા રકમ 3 લાખ રૂપિયા હશે. તે જ સમયે, તમને આના પર લગભગ 16 ટકા વળતર મળશે. નિયમો અનુસાર, તમે આ સ્કીમને 5 વર્ષ માટે પણ વધારી શકો છો.


8 લાખ કેવી રીતે મેળવશો


જો તમે આ સ્કીમને 5 વર્ષ માટે લંબાવશો, તો તમારી RD 10 વર્ષ માટે રહેશે. આમાં તમને મેચ્યોરિટી પર 8 લાખ 13 હજાર 232 રૂપિયા મળશે. આમાં કુલ જમા રકમ 6 લાખ રૂપિયા હશે અને તેના ઉપર તમને વ્યાજનો લાભ મળશે.


આ પણ વાંચો : હવે તમારી PAN Card નહિ હોય તો ભરાઈ જશો, બહુ જ જરૂરી ડોક્યુમેન્ટ્સ બની જશે