Post Officeની આ સ્કીમ્સ કરશે માલામાલ, આટલા વર્ષમાં પૈસા થઈ જશે ડબલ, તમે પણ જાણી લો
Post Office Saving Schemes: Post Office અનેક બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓની સૌથી ખાસ વાત એ છે કે તેના પર સરકારની ગેરંટી હોય છે. એટલે તમારા પૈસા ડૂબી નહીં જાય.
નવી દિલ્લી: Post Office Saving Schemes: Post Office અનેક બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓની સૌથી ખાસ વાત એ છે કે તેના પર સરકારની ગેરંટી હોય છે. એટલે તમારા પૈસા ડૂબી નહીં જાય. અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ પોસ્ટ ઓફિસ અને તેમની બધી બચત યોજનાઓ વિશે. અમે એ પણ બતાવીશું કે જો તમે આ યોજનાઓમાં પોતાના પૈસા જમા કરાવશો તો કેટલા સમય પછી તમારા પૈસા ડબલ થઈ જશે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની બચત યોજના અને તેના વ્યાજ દર વિશે.
1. Post Office ટાઈમ ડિપોઝીટ:
પોસ્ટ ઓફિસની 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીની ટાઈમ ડિપોઝીટ (TD) પર આ સમયે 5.5 ટકા વ્યાજ મળે છે. જો તમે તેમાં રોકાણ કરો છો તો તમારા પૈસા લગભગ 13 વર્ષમાં ડબલ થઈ જશે. આ જ પ્રમાણે 5 વર્ષના ટાઈમ ડિપોઝીટ પર તમને 6.7 કા વ્યાજ મળશે. આ વ્યાજ દરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો તમારા પૈસા લગભગ 10.75 વર્ષમાં ડબલ થશે.
2. Post Office સેવિંગ બેંક એકાઉન્ટ:
પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટમાં જો તમે પોતાના પૈસા રાખશો તો તમારા પૈસા ડબલ થવામાં લાંબી રાહ જોવી પડશે. કેમ કે તેમાં 4 ટકા વ્યાજ મળે છે. એટલે તમારા પૈસા 18 વર્ષમાં ડબલ થશે.
3. Post Office રિકરિંગ ડિપોઝીટ:
પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝીટ પર તમને હાલ 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. એવામાં વ્યાજ દરથી પૈસા જમા કરાવશો તો તે લગભગ 12.41 વર્ષમાં ડબલ થઈ જશે.
4. Post Office મંથલી ઈન્કમ સ્કીમ:
આ સ્કીમમાં 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો તે લગભગ 10.91 વર્ષમાં ડબલ થઈ જશે.
5. Post Office સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ:
આ સ્કીમમાં 7.4 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમારા પૈસા આ સ્કીમમાં 9.3 વર્ષમાં ડબલ થઈ જશે.
6. Post Office PPF:
15 વર્ષની આ સ્કીમમાં આ સમયે 7.1 ટકા વ્યાજ મળે છે. એટલે આ રેટ પર પૈસા ડબલ થવામાં 10.14 વર્ષનો સમય લાગશે.
7. Post Office સુકન્યા સમૃદ્ધિ યોજના:
આ સ્કીમ પર આ સમયે સૌથી વધારે 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. છોકરીઓ માટે ચલાવવામાં આવતી આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં લગભગ 9.47 વર્ષનો સમય લાગશે.
8. Post Office નેશનલ સેવિંગ સર્ટિફિકેટ:
આ સ્કીમમાં 6.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ એક 5 વર્ષીય બચત યોજના છે. જેમાં રોકાણ કરીને ઈન્કમટેક્સની બચત પણ કરવામાં આવી શકે છે. આ વ્યાજ દરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો તે લગભગ 10.59 વર્ષમાં ડબલ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube