Post Office: પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ! જિંદગીભર દર મહિને મળશે 20500 રૂપિયા, જાણો વિગત
શું તમે રોકાણ કરવા માટે કોઈ એવી સ્કીમ શોધી રહ્યાં છો જેમાં તમને દર મહિને પૈસા મળતા રહે. તમારા પૈસા પણ સુરક્ષિત રહે. તો પોસ્ટ ઓફિસ પાસે એક આવી સ્કીમ છે. જેમાં તમે દર મહિને 20500 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
Post Office Scheme: શું તમે કોઈ એવી સ્કીમ શોધી રહ્યાં છો જેમાં દર મહિને પૈસા આવતા રહે. તમારા પૈસા સુરક્ષિત પણ રહે. પોસ્ટ ઓફિસ તમારા માટે ધમાકેદાર સ્કીમ આપી રહ્યું છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને 20,500 રૂપિયા મળશે. નિવૃત્તિ બાદ દર મહિને આવક મેળવવી મુશ્કેલ કામ બની જાય છે. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) એક એવી યોજના છે જે તમને નિવૃત્તિ બાદ દર મહિને એક નક્કી રકમ આપશે. તમે દર મહિને પાંચ વર્ષ સુધી 20500 રૂપિયા લઈ શકો છો.
દર મહિને જિંદગીભર મળશે 20500 રૂપિયા
SCSS માં રોકાણ કરનાર સીનિયર સિટીઝન દર મહિને 20,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ યોજનાનો વ્યાજદર 8.2 ટકા છે. આ કોઈપણ સરકારી સ્કીમમાં અપાતું સૌથી વધુ વ્યાજ છે. તેનો મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે. પાંચ વર્ષ પાદ તેને વધારવાનો વિકલ્પ પણ મળે છે. આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિક પૈસા રોકી શકે છે.
જાણો કેટલું કરવું પડશે રોકાણ
પહેલા આ યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ હતી, જેને વધારી 30 લાખ કરી દેવામાં આવી છે. જો તમે તેમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને દર વર્ષે લગભગ 246000 રૂપિયા વ્યાજના રૂપમાં મળશે. આ પ્રમાણે દર મહિને 20500 રૂપિયાની માસિક આવક થશે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવી જશે. આ તમારી નિવૃત્તિ બાદ નિયમિત ખર્ચ માટે કામના સાબિત થશે.
આ પણ વાંચોઃ આ મ્યુચ્યુઅલ ફંડનું અદાણીની કંપનીમાં સૌથી વધુ રોકાણ, QIPનો અડધો હિસ્સો ખરીદી લીધો
કોણ કરી શકે છે રોકાણ?
SCSS યોજનામાં 60 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ સિવાય જે લોકો સ્વૈચ્છિક રૂપથી 55થી 60 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થાય છે તે ખાતું ખોલાવી શકે છે. યોજનામાં ખાતું ખોલાવવા માટે તમે નજીકની પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને અરજી કરી શકો છો.
શું આપવો પડશે ટેક્સ?
મહત્વનું છે કે આ યોજનાથી થતી આવક પર ટેક્સ આપવાનો હોય છે. પરંતુ SCSS યોજના ટેક્સ બચતની પણ સુવિધા આપે છે, જેનાથી તમે ટેક્સમાં થોડી બચત પણ કરી શકો છો.
નિયમ
નિવૃત્તિ બાદ નિયમિત માસિક આવક માટે આ એક સુરક્ષિત અને ફાયદાકારક વિકલ્પ સાબિત થઈ શકે છે. તેથી આ યોજનામાં રોકાણ કરતા પહેલાં બધા નિયમો અને શરતો સમજવી જરૂરી છે. આ યોજનામાં રોકાણ કરી તમે પોતાને નિવૃત્તિ બાદ આર્થિક રૂપથી સુરક્ષિત બનાવી શકો છો.