નવી દિલ્હીઃ ભારતમાં મોટા ભાગના લોકો સેવિંગ અને ઈન્વેસ્ટમેન્ટ (Saving And investment) ની દ્રષ્ટિએ સૌથી વધુ વિશ્વાસ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર કરે છે. છેલ્લા કેટલાક સમયમાં લગભગ દરેક ખાનગી અને સરકારી, નાની મોટી બેન્કો તરફથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ ઘણી એવી સરકારી રોકાણ અને બચતની યોજનાો છે જ્યાં પર એફડીથી વધુ વ્યાજદરનો ફાયદો મળી રહે છે. સરકાર તરફથી ઘણી સેવિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જેનું સંચાલન પોસ્ટ ઓફિસ તરફથી કરવામાં આવે છે. આ યોજનાઓમાં તમને બેન્ક એફડી કરતા વધુ ફાયદો મળે છે. પોસ્ટ ઓફિસની આવી એક સ્કીમનું નામ વિકાસ વિકાસ પત્ર છે. આવો જાણીએ આ યોજના વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાન વિકાસ પત્ર
કિસાન વિકાસ પત્ર (KVP) પોસ્ટ ઓફિસની એક ફિક્સ રેટવાળી સ્મોલ સેવિંગ સ્કીમ છે, જેમાં એક નક્કી ટાઇમ લિમિટ છે જે 115 મહિનાની છે. પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર પ્રાપ્ત જાણકારી અનુસાર જો તમે આ સમયમાં પૈસા લગાવો છો તો તમારૂ રોકાણ ડબલ થઈ જશે. આ યોજનાનો લાભ તમે ભારતની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને ઉઠાવી શકો છો. 


આ પણ વાંચોઃ 500 રૂપિયાની નોટ અંગે RBI એ કર્યો ચોંકાવનારો ખુલાસો, જો તમારી પાસે હોય તો ખાસ જાણો


કેટલું છે યોજનાનું વ્યાજ
જો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં અપાતા વ્યાજ દરની વાત કરીએ તો આ સ્કીમ 7.5 ટકા વાર્ષિક હિસાબે વ્યાજદર ઓફર કરે છે. યોજના હેઠળ તમે માત્ર 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. તો આ સ્કીમમાં રોકાણ કરતાની કોઈ ઉપલી મર્યાદા નથી. આ યોજનામાં ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળે છે. પરંતુ પોસ્ટ ઓફિસની આ સ્કીમને ખાસ કરીને કિસાનો માટે બનાવવામાં આવી છે, પરંતુ ગમે તે વ્યક્તિ તેનો ફાયદો લઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube