નવી દિલ્હી : વીજકંપનીઓ માટે આવનારા 15 દિવસ બહુ નાજુક છે કારણ કે દેવામાં ડૂબેલી જિંદલ, જેપી પાવર વેન્ચર, પ્રયાગરાજ પાવર, ઝબુઆ પાવનર અને કેએસકે મહાનંદી સહિત 34 વીજકંપનીઓ માટે RBIએ જે ડેડલાઇન સેટ કરી હતી એ  27 ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે અને કેન્દ્રિય બેંક તેમને વધારે સમય આપવા તૈયાર નથી. આ 34 વીજ કંપનીઓ પર બેંકોના 1.5 લાખ કરોડ રૂ. બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ પ્રમાણે રિઝર્વ બેંકે ફેબ્રુઆરી, 2018માં એક સરક્યુલરમાં સ્પષ્ટતા કરી હતી કે દેવામાં ડૂબેલી 70 કંપનીઓ જો દેવું ચૂકવવામાં વિલંબ કરે તો એને ડિફોલ્ટર મારીને લોનની રકમને એનપીએ ઘોષિત કરી દેવામાં આવે. ટેકનીકલ ભાષામાં 'વન ડે ડિફોલ્ટ નોર્મ' કહેવામાં આવે છે. આ નિયમ 1 માર્ચ, 2018થી લાગુ કરી દેવામાં આવ્યો છે. બેંકોએ આ તમામ મામલાઓ ઉકેલવા માટે 1 માર્ચ, 2018 સુધી 180 દિવસોનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન કંપનીઓ અને બેંકો વચ્ચે જે મામલાઓ નથી ઉકેલાયા એ તમામ કંપનીઓના ખાતાઓને દેવાળિયા જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય એમ છે. આ ખાતાઓમાં બેંકોના કુલ 3800 અબજ રૂ. દેવાપેટે ફસાયા છે. આરબીઆઇએ આ 70 કંપનીઓને 15 દિવસનો સમય આપ્યો જેથી તે પોતાનો વકીલ અને રિઝોલ્યુશન પ્રોફેશનલ એપોઇન્ટ કરી શકે. જો આ 15 દિવસમાં કંપની કોઈ સમાધાન રજૂ કરે અને એ લોન આપનાર બેંકોને મંજૂરી હશે તો આ ખાતાઓને કોર્ટ નહીં મોકલવામાં આવે. 


સ્ટેટ બેંકના ચેરમેન રજનીશકુમારે કહ્યું કે સમયસીમાનો બેંકોના નિયમો પર કોઈ પ્રભાવ નહીં પડે કારણ કે બેંક પહેલાંથી જ આ ખાતાઓની સમાધાન પ્રક્રિયામાં લાગેલા છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે યુપીએ સરકાર દરમિયાન ઉચ્ચ આર્થિક વૃદ્ધિના આંકડા અને બેંકોમાં ફસાયેલી લોનનો વધારો હકીકતમાં 2008ના વૈશ્વિક લોન સંકટ પહેલા અને પછી આપવામાં આવેલી આડેધડ લોનના કારણે છે. યુપીએ સરકાર દરમિયાન થયેલી આર્થિક વૃદ્ધિના આંકડા વિશે જેટલીએ આરોપ મૂક્યો છે કે એ સમયની વૃદ્ધિ આડેધડ આપવામાં આવેલી લોનના કારણે હતી. બેંકોએ એ સમયે અવ્યવહારિક પ્રોજેક્ટને લોન આપી જેના કારણે બેંકિંગ પ્રણાલીમાં એનપીએ 12 ટકા પહોંચી ગયો હતો અને પછી 2012-13 અને 2013-14માં ભારે આર્થિક સમસ્યા ઉભી થઈ હતી. 


નાણા મંત્રાલય વીજ ક્ષેત્રે ઉભી થયેલી આ કટોકટીના સમાધાન માટે બહુ જલ્દી રિઝર્વ બેંક સાથે વાતચીત કરી શકે છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે અલ્હાબાદ હાઇ કોર્ટના આદેશ અંતર્ગત મંત્રાલય આરબીઆઇ સાથે વાતચીત કરશે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક..