નવી દિલ્લીઃ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF), સરકાર દ્વારા માન્ય રોકાણ યોજના છે. જેને રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં 15 વર્ષની પ્રારંભિક લોક-ઈનનો સમયગાળો છે અને કમ્પાઉન્ડિંગની સાથે વધારે લાભ મળી શકે છે. જો કે, રોકાણકાર તેને સમય પહેલાં બંધ કે Withdraw કરી શકે છે. જેનો વ્યાજદર સરકાર દર 3 મહિને નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની સાથે સાથે આજકાલ બેંકમાં પણ પીપીએફ અકાઉન્ટ ખોલી શકાય છે. એક વ્યક્તિ પીપીએફમાં પ્રતિ વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જો તમારે સમયથી પહેલાં PPF અકાઉન્ટ બંધ કરવા માગો છો તો તે થઈ શકે છે. પણ તેના માટે અમુક ચોક્કસ નિયમ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે PPF અકાઉન્ટ ખોલી શકાય છે અને તેને બંધ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PPF રોકાણ અને બંધ કરવાના નિયમઃ
અમુક શરતો સાથે ખાતુ ખલ્યા પછી 5 વર્ષ બાદ પૈસા ઉપાડી શકાય છે. જો તમારું પીપીએફ ખાતુ ઈનએક્ટિવ થઈ ગયું છે તો તેને રિએક્ટિવ કરાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પીપીએફમાં રોકાણ કરી શકાય છે. 


PPF ખાતાને તમે મેચ્યોરિટી તારીખ પહેલાં બંધ કરી શકો છો. પીપીએફ  ખાતાને તે વર્ષના અંતથી પાંચ વર્ષ પછી મેચ્યોરિટી સમય પહેલાં બંધ કરવાની મંજૂરી છે. સમય પહેલાં બંધ કરવાની મંજૂરી ત્યારે જ મળશે જ્યારે મેડિકલ સ્થિતિને સાબિત કરનારા યોગ્ય દસ્તાવેજ હોય. આ દસ્તાવેજ બતાવ્યા પછી જ રોકાણકારને મેડિકલ સારવાર માટે પૈસાની જરૂર હશે તો અકાઉન્ટ બંધ કરવાની મંજૂરી મળશે. 


કોઈપણ વ્યક્તિના નામ પર એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી વધુ રોકાણ આ ફંડમાં ન થવું જોઈએ. NRIs, HUFs પીપીએફ અકાઉન્ટ ન ખોલાવી શકો. નાબાલિકના નામથી પણ આ અકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં એક વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા અને અધિકતમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ થઈ શકે છે. 


ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષની મેચ્યોરિટી સમય પછી સામાન્ય રીતે ઉપાડ કરી શકાય છે. જો કે, ખાતુ ખોલવાની તારીખથી છઠ્ઠા વર્ષના અંતમાં આંશિક ઉપાડ કરી શકાય છે. બીજી તરફ જો ખાતાધારકને ભારત કે વિદેશમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર હશે તો સમયથી પહેલાં અકાઉન્ટ બંધ કરી શકાશે.