PPF માં રોકાણથી આ રીતે થશે ડબલ કમાણી, ટેક્સ પણ બચશે અને રિટર્ન પણ મળશે, જાણો રીત
PPF માં કોઇ એક વ્યક્તિ જ વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, જેના પર ટેક્સની છૂટ મળે છે. તેનાથી વધુ રોકાણ પર તમને ટેક્સનો ફાયદો મળતો નથી. પરંતુ પરણિત લોકો ઇચ્છે તો 1.5 લાખની ઉપર પણ ટેક્સ બચાવી શકે છે.
નવી દિલ્હી: PPF Tax Saving: પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PPF રોકાણની એકદમ જૂની અને વિશ્વાસપાત્ર રીત છે, તેમાં ના ફક્ત સારું રિટર્ન મળે છે પરંતુ ટેક્સ બચાવવામાં પણ મદદ મળે છે. આ E-E-E કેટેગરીમાં આવનાર રોકાણ છે, એટલે કે રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટી એમાઉન્ટ ત્રણેય પર કોઇ ટેક્સ લાગશે નહી. PPF માં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે.
આ રીતે કરો PPF થી ડબલ કમાણી
PPF માં કોઇ એક વ્યક્તિ જ વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, જેના પર ટેક્સની છૂટ મળે છે. તેનાથી વધુ રોકાણ પર તમને ટેક્સનો ફાયદો મળતો નથી. પરંતુ પરણિત લોકો ઇચ્છે તો 1.5 લાખની ઉપર પણ ટેક્સ બચાવી શકે છે. તેમને પોતાના પાર્ટનરના નામથી અલગથી PPF એકાઉન્ટ ખોલાવવું પડશે તેમાં તે 1.5 લાખ સુધીની રકમનું રોકાણ કરી શકે છે.
Viral Video: છીં..છીં..છીં...Railway Station પર પીવડાવવામાં આવતું હતું Toilet ના નળનું પાણી
ક્લબિંગ જોગવાઇની અસર નહી
ઇનકમ ટેક્સના સેક્શન 64 હેઠળ તમારા તરફથી પત્નીને આપવામાં આવેલી રકમ અથવા ગિફ્ટથી થયેલી આવક તમારી ઇનકમમાં જોડવામાં આવશે. જોકે PPF માં જોકે EEE ના કારણે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે, ક્લબિંગની જોગવાઇની કોઇ અસર પડતી નથી.
પરણિત લોકો માટે ટ્રિક
તો બેજી તરફ ભવિષ્યમાં તમારા પાર્ટનરનું PPF ખાતું મેચ્યોર થશે, ત્યારે તમારા પાર્ટનરના PPF ખાતામાં તમને શરૂઆતી રોકાણથી થનાર આવકને તમારી આવકમાં વાર્ષિક દર સાથે જોડવામાં આવશે. એટલા માટે આ વિકલ્પ પરણિત લોકોને PPF ખાતામાં પોતાના યોગદાનને બમણું કરવાની તક પણ આપે છે.
Farmers Protest સાથે જોડાયેલા તત્વોએ બનાવ્યો ખતરનાક Ransomware, તમારા ફોનનો ડેટા કરી શકે છે લોક
ટેક્સ બચત પણ અને કમાણી પણ
એટલા માટે જ્યારે પણ તમને એવું લાગે કે તમારી 80C ની લિમિટ ખતમ થઇ ગઇ, અને તમે વ્યાજ મુક્ત કમાણી કરવા માંગો છો તો તમે તમારી પત્ની/પતિના નામે PPF એકાઉન્ટ ખોલીને રોકાણ શરૂ કરી શકો છો. તેનાથી 1.5 લાખ સુધી રોકાણ પર તમે ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકો છો. સાથે પત્નીના નામે બીજા PPF ખાતા પર પણ 1.5 લાખ સુધીના રોકાણ પર પણ ટેક્સ છૂટ મળશે.
તે લોકો માટે આ સારો વિકલ્પ ગણવામાં આવે છે, જે ઓછું જોખમ ઉઠાવવા માંગે છે અને તે NPS, મ્યૂચલ ફંડ જેવા માર્કેટ લિંક્ડ રોકાણ કરવા માંગતા નથી, જ્યાં જોખમનો ખતરો વધુ રહે છે. તમને જણાવી દઇએ કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક માટે PPF ની વ્યાજદર 7.1 ટકા નક્કી કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube