નવી દિલ્લીઃ  કેન્દ્ર સરકારની આ સ્કીમના કારણે સામાન્ય વ્યક્તિ પણ લખપતિ બની શકે છે. આ સ્કીમમાં તમને 150 રૂપિયાને 15 લાખ રૂપિયામાં બદલવાનો ચાન્સ મળે છે. પોસ્ટ ઓફિસની એક સ્કીમ (Post Office Scheme) એવી છે જેનાથી તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ શકે છે. નિયમ અનુસાર જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો, તમને સારા રિર્ટનની સાથો-સાથ ટેક્સમાં પણ 3 સ્તરનો ફાયદો મળશે. આવો જાણીએ આ સ્કીમ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) 7.1 ટકા મળશે વ્યાજઃ
આ યોજનાનું નામ પબ્લિક પ્લોવિડેંટ ફંડ (PPF) છે. જેમાં રોકાણ કરીને તમે વાર્ષિક 7.1 ટકા વ્યાજ કમાઈ શકો છો. આમા તમને ટેક્સમાં પણ બાદ મળશે. સાથે જ નેટ રિર્ટન પણ ખુબ સારું મળશે.


2) 3 સ્તરનો ટેક્સમાં લાભ મળશેઃ
આ સ્કીમમાં રોકાણ કરનારા લોકોને ટેક્સમાં 3 અલગ અલગ સ્તરનો લાભ મળશે. પહેલાં રોકાણ કરવા પર ડિડક્શનનો લાભ. બીજો ઈન્ટરેસ્ટ પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં. અને ત્રીજો મેચ્યોરિટી પર પણ આ રકમ ટેક્સ ફ્રી હશે.


3) રોજ માત્ર 150 રૂપિયાનું કરો રોકાણઃ
રોજ માત્ર 150 રૂપિયા જેવી નજીવી રકમનું રોકાણ કરીને તમે પાકતી મુદતે આ સ્કીમ થકી 15 લાખ રૂપિયા મેળવી શકો છો. વર્તમાન વ્યાજ દરના હિસાબે તમને પૈસા મળશે. એટલેકે, કુલ 8,21,250 રૂપિયાના રોકાણની સામે તમને સીધા 15 લાખ રૂપિયા મળશે.


4) 5 તારીખે રોકાણ કરવાનો ખાસ લાભઃ
PPF દર મહિનાના વ્યાજની ગણતરી 5 તારીખના આધાર પર કરે છે. એવામાં જો તમે દર મહિનાની 5 તારીખે આ સ્કીમમાં રોકાણ કરો તો તમને આનો વિશેષ લાભ મળી શકે છે. 
 
5) દોઢ લાખ સુધીનું રોકણ કરી શકો છોઃ
આ સ્કીમમાં તમે વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. અને ઓછામાં ઓછું તમે આ સ્કીમમાં 500 રૂપિયા સુધીનું રોકાણ પણ કરી શકો છો. જેમાં તમને 80C અંતર્ગત ડિડક્શનનો મોટો લાભ મળી શકે છે.  સાથે જ તમને ઈનકમ ટેક્સમાં પણ સંપૂર્ણ છૂટ મળે છે.


6) સરકાર આપી રહી છે સુરક્ષાઃ
ઝી બિઝેનસના રિપોર્ટ અનુસાર પીપીએફને સરકારી સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ સ્કીમનો મૂળ હેતુ અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર, પોતાનો વેપાર ધંધો કરનારા લોકોની નિવૃત્તિને સુરક્ષિત કરવાનો છે. હાલમાં આના લોકઈન પીરિયડને ઘટાડવાની અને નિયત અવધિ પર પૈસા ઉપાડવાના નિર્ણય પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube