નવી દિલ્લીઃ કોઈ પણ વ્યક્તિ જ્યારે નોકરી કરી રહ્યો હોય છે ત્યારે તેને સૌથી મોટી ચિંતા એ સમયને હોય છે જ્યારે તે રિટાયર્ડ થવાનો હોય છે. માણસ નોકરી કરતા-કરતા પોતાના ભવિષ્ય અથવા પરિવારની ચિંતા કરે છે. ઘણી વખત આપણને આ મુશ્કેલી એટલા માટે થાય છે કેમકે ઘણી યોજનાઓની જાણકારી આપણા પાસે નથી હોતી. ઘણી એવી સરકારી યોજનાઓ છે જેમાં રોકાણ કરીને તમે એક સમયગાળા પછી સારું પેન્શન મળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્કીમમાં રોકાણ કરવાનો થશે જબરદસ્ત ફાયદો:
જો તમે સુરક્ષિત જગ્યા પર રોકાણ કરવા માગો છો તો પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) માં  રોકાણ કરવાનું વિચારી શકો છો. આ સ્કિમમાં તમારા રૂપિયા સુરક્ષિત રહેશે અને બીજી વાત એ કે રોકાણ કર્યા પછી દર મહિને એક નિશ્ચિત રકમ મળશે. 


આ સ્ક્રીમ LICની નજર હેઠળ:
આ સ્કીમની દેખભાળ ભારતીય જીવન વીમા (LIC) કરે છે. આ સ્કીમનું લક્ષ્ય એ છે કે, દેશના વરિષ્ઠ નાગરિકોને તેમની સબ્સક્રિપ્શન રકમ અથવા રોકાણ કરવામાં આવેલી રકમ અનુસાર દર મહિને નિશ્ચિત પેન્શન મળતું રહે.  જેવી જ રોકાણકારની ઉંમર 60 વર્ષ થઈ જશે ત્યારે આ યોજના અંતર્ગત દર મહિને પેન્શન મળવાનું શરૂ થઈ જશે. વર્તમાન નાણાંકિય વર્ષમાં વરિષ્ઠ નાગરિકને 7.40 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. 


આ છે રોકાણ કરવાની રીત:
સરળ રીતે આ સ્કીમ વિશે સમજીએ તો તેના માટે તમારે 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ વધુમાં વધુ રકમ છે તમે તેના કરતા ઓછી રકમનું પણ રોકાણ કરી શકો છો. 15 લાખનું રોકાણ કર્યા પછી તમને 10 વર્ષ માટે દર મહિને  9,250 રૂપિયાનું પેન્શન મળતું રહેશે. આમાં ખાસ વાત એ છે કે 10 વર્ષ પૂર્ણ થયા પછી. રોકાણકારોને તેની સંપૂર્ણ રકમ પરત કરી દેવામાં આવશે. તમે માસીક, ત્રીમાસિક, છ મહિને અથવા વાર્ષિક કોઈ પણ રીતે પેન્શનની રકમ મેળવી શકો છો. 
આ સ્કીનમાં 1,000 થી લઈને 10,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જણાવી દઈએ કે, આ સ્કીમમાં પેન્શન અંતર્ગત વ્યાજની રકમ મળે છે. મતલબ તમે 15 લાખ રૂપિયા જમા કર્યા તો 8 ટકાના દરથી વ્યાજ મળશે. વર્ષે 1.20 લાખ રૂપિયા થઈ જશે. 


વેબસાઈટ પર મળશે વધુ જાણકારી:
તમે LICની  વેબસાઈટ પર જઈને આ સ્કીમની જાણકારી મેળવી શકો છો અને રોકાણ પણ કરી શકો છો. આ સિવાય LIC એજન્ટ પાસે કે LIC ની ઓફિસમાં જઈને પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત LIC તરફથી જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1800-227-717 પર પણ કોલ કરી શકો છો.