નવી દિલ્હી: ભારતે ક્રુડ ઓઈલના ભાવમાં થઈ રહેલા વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. ઈરાન દ્વારા અમેરિકી ડ્રોનને તોડી પાડવા સંબંધિત ઘટનાક્રમોને કારણે ઓઈલના ભાવોમાં ઝડપથી વધારો થયો છે. જેના પગલે ભારતે ઓપેકના મુખ્ય સભ્ય દેશ સાઉદી અરબને ક્રુડ ઓઈલના ભાવોને કાબુમાં રાખવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનું કહ્યું છે. બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવમાં ગુરુવારે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જે જાન્યુઆરી બાદ સૌથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

65 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યા  ભાવ
બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમત હાલ 65 ડોલર પ્રતિ બેલરના સ્તરે છે. નોંધનીય છે કે હોર્મુઝ જલડમરુ મધ્ય પર ઈરાની દળો દ્વારા અમેરિકી નેવીના એક ડ્રોનને તોડી પડાયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરુદ્ધ આકરું વલણ અપનાવવાથી વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાઉદીના પેટ્રોલિયમ મંત્રી ખાલિદ અલ ફલીહ સાથે સ્થિતિ અંગે ચર્ચા પણ કરી. 


જુઓ LIVE TV


બિઝનેસના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...