નવી દિલ્હી: દેશની અર્થવ્યવસ્થા પર પડી રહેલા દબાણને ઓછું કરવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોના મહામારીની શરૂઆત અને લોકડાઉન દરમિયાન ગરીબોને રાહત આપનારી યોજના પર રોક લગાવવાનો નિર્ણય લેવાયો છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના(PMGKAY) હેઠળ ગરીબોને હવે મફત રાશન મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની જાહેરાત
કેન્દ્ર સરકારે એક નિર્ણયમાં જણાવ્યું છે કે અર્થવ્યવસ્થા ધીરે ધીરે પાટા પર ચડી રહી છે. આથી PMGKAY હેઠળ ગરીબોને મફતમાં અપાતા રાશનનું વિતરણ હવે 30 નવેમ્બર સુધી જ કરવામાં આવશે. નાગરિક આપૂર્તિ મંત્રાલયના સચિવ સુધાંશુ પાંડેએ આ વાતની જાણકારી આપી. 


ગરીબોની ચિંતા વધી
નોંધનીય છે કે દિવાળીના બરાબર એક દિવસ પહેલા જ સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને પેટ્રોલ, ડીઝલના ભાવ ઓછા કરવાની જાહેરાત કરી હતી. જેનાથી જનતાને ખુબ રાહત મળી હતી. પરંતુ ગરીબોને અપાતા મફત રાશનને બંધ કરીને એકવાર ફરીથી નબળા વર્ગના લોકોની ચિંતા વધી છે. 


Bhai Dooj 2021: ભાઈને અકાળ મૃત્યુથી બચાવી લાંબી ઉંમરની કામનાનું છે આ પર્વ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ


અટકળો પર પૂર્ણવિરામ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાતું હતું કે આગળ યુપી સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવી આશા વ્યક્ત કરાઈ હતી કે વિધાનસભા ચૂંટણી માર્ચ સુધીમાં પૂરી થઈ જશે. લોકોને એવી આશા હતી કે સરકાર કમ સે કમ માર્ચ મહિના સુધી મફત રાશન વિતરણ યોજના ચાલુ રાખી શકે છે. પરંતુ ખજાના પર વધતા બોજાને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. 


Aryan Khan Drugs Case થી કેમ અલગ થઈ ગયા સમીર વાનખેડે? NCB અધિકારીએ પોતે આપ્યો જવાબ


વાયરલ થઈ રહ્યા હતા દાવા
અત્રે જણાવવાનું કે યુપીના અખબારોમાં એવો રિપોર્ટ પ્રકાશિત થયો હતો કે સીએમ યોગી આદિત્યનાથની સરકાર પ્રદેશમાં માર્ચ 2022 સુધી ગરીબોને ફ્રી રાશન આપશે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવાયું હતું કે ગરીબોને સરસવનું તેલ, મીઠું, અને ખાંડ પણ વિનામૂલ્યે મળશે. આવા તમામ રિપોર્ટ્સને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube