Praveg share price: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ અને માલદીવ વિવાદને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ ચર્ચાના કેન્દ્રમાં છે. લક્ષદ્વીપમાં પર્યટકોને આકર્ષવા માટે ઘણા મહત્વના પગલા ભરવામાં આવ્યા છે.  તેનો ફાયદો પ્રવેગ લિમિટેડને થયો છે. આ કંપનીને લક્ષદ્વીપમાં મોટા ઓર્ડર મળ્યા છે. આ જાહેરાત બાદ ગુરૂવારે પ્રવેગ લિમિટેડના શેરમાં 10 ટકાની તેજી આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
પ્રવેગ લિમિટેડને લક્ષદ્વીપના બંગારામ અને થિન્નકારા દ્વીપ સમૂહમાં 350 ટેન્ટોના સંચાલન અને મેન્ટેનન્સનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં કહ્યું- લક્ષદ્વીપના પર્યટન વિભાગે બંગારામ અને થિન્નકારા દ્વીપ સમૂહમાં ટેન્ટ રિસોર્ટ્સના વિકાસ, સંચાલન, મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ માટે બે ઓર્ડર આપ્યા છે. પ્રવેગ લિમિટેડ બંગારામ દ્વીપ પર ઓછામાં ઓછા 150 ટેન્ટ અને થિન્નકારામાં 200 ટેન્ટના વિકાસ, સંચાલન, મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરશે. 


આ સિવાય કંપનીને સ્કૂબા ડાઇવિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, કોર્પોરેટ ફંક્શન, પ્રાઇવેટ ઈવેન્ટ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્લે એરિયા અને કોફી શોપ જેવી અન્ય વ્યાવસાયિક સુવિધાઓનું પણ ધ્યાન રાખવું પડશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે બંને સ્થાનો માટે ઓર્ડરનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે, ત્યારબાદ બેથી વધુ વર્ષ સુધી વધારી શકાશે નહીં. 


આ પણ વાંચો- ગુજરાતની આ મોટી કંપનીએ ઈન્વેસ્ટરોને કર્યા નિરાશ, પ્રથમ દિવસે કરાવ્યું નુકસાન


શું કહ્યું કંપનીએ
પ્રવેગ લિમિટેડે કહ્યું- આ ખુબ ગર્વની વાત છે કે અમે અમારા પર્યાવરણ-અનુકૂળ અને શાનદાર હોસ્પિટેલિટી સોલ્યુશનના માધ્યમથી બંગારામ અને થિન્નકારા દ્વીપોની સુંદરતા અને પહોંચને વધારવા માટે ફોકસ કરી રહ્યાં છીએ. કંપનીના ચેરમેન વિષ્ણુ પટેલે કહ્યું કે અમે ટેન્ટ સિટી પરિયોજનાના માધ્યમથી પોતાના મહેમાનોને શાનદાર અનુભવ આપવા માટે તૈયાર છીએ.


શેરની સ્થિતિ
બીએસઈ પર પ્રવેગ લિમિટેડના શેર 9.08 ટકા વધી 928.9 રૂપિયા પર બંધ થયા છે. આ શેર ટ્રેડિંગ દરમિયાન 10 ટકાની તેજી સાથે 936.70 રૂપિયા પર પહોંચી ગયો હતો. પ્રવેગ લિમિટેડના શેરનો 52 વીક હાઈ 1300 રૂપિયા છે.