એક્સપોર્ટ વધારવા માટે મોદી સરકાર યોજશે મેગા શોપિંગ ફેસ્ટિવલ : નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નેશનલ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું છે કે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા પગલાં ભર્યા છે. હવે સરકારનું ફોક્સ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. હવે દેશમાં બિઝનેસ કરવાનું સરળ બન્યું છે.
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નેશનલ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું છે કે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા પગલાં ભર્યા છે. હવે સરકારનું ફોક્સ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. હવે દેશમાં બિઝનેસ કરવાનું સરળ બન્યું છે. આ સિવાય તેમણે કહ્યું છે કે NBFCને ક્રેડિટ ગેરંટી સ્કીમનો ફાયદો મળ્યો છે અને બેન્કોનો ક્રેડિટ આઉટફ્લો વધ્યો છે.આ સિવાય ઇન્કમ ટેક્સમાં ઇ-એસેસમેન્ટ લાગુ કરવામાં આવ્યું છે. હવે નાના ટેક્સ ડિફોલ્ટરો પર કેસ નથી કરવામાં આવી રહ્યા. 25 લાખ સુધીના ડિફોલ્ટ પર 2 મોટા અધિકારીઓની મંજૂરી જરૂરી હશે. આ સિવાય એપ્રિલ-જૂનમાં ઇન્ડસ્ટ્રીમાં રિવાઇવલના સંકેત છે.
આ પ્રેસ કોન્ફરન્સ પહેલાં ચર્ચા હતી કે સુસ્ત અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે નાણામંત્રી મોટી જાહેરાતો કરી શકે છે. આ સિવાય રિપોર્ટ પ્રમાણે રિયાલીટી અને એક્સપોર્ટ સેક્ટરમાં વધારો કરવા પણ મહત્વની જાહેરાત થવાની શક્યતા હતી. એક મહિનામાં ત્રીજી વખત હશે જ્યારે નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરી છે. આ પહેલા 30 ઓગસ્ટનો પણ એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 10 સરકારી બેન્કોના મર્જર પછી ચાર બેન્ક બનાવવાની જાહેરાત પણ કરી હતી. 23 ઓગસ્ટના પણ પ્રેસ કોન્ફરન્સમાં અર્થવ્યવસ્થાથી જોડાયેલા નિર્ણયો કર્યા હતા.
દેશનાં ઇતિહાસની અત્યાર સુધીની બીજા મહિલા રક્ષા મંત્રી રહેલ નિર્મલા સીતારમણની ફરી વાર મોદી સરકારની કેબિનેટમાં નાણાંમંત્રી બનીને પરત આવ્યાં. નિર્મલા સીતારમણ રક્ષામંત્રી બન્યા બાદ પૂર્ણકાલિક મહિલા નાણાંમંત્રી પણ બની ગયા છે. જો કે આ પહેલા 1970-71માં પ્રધાનમંત્રી રહેતી વેળાએ ઇન્દિરા ગાંધીએ કેટલાંક સમય પૂરતો નાણાં મંત્રાલયનો પ્રભાર પોતાની પાસે રાખ્યો હતો.
પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ્સ
આ વર્ષના અંત સુધી ટેક્સટાઇલમાં MEIS લાવવામાં આવશે
ગુડસ એન્ડ સર્વિસમાં MEISની નવી સ્કીમ
એક્સપોર્ટ માટે નવી સ્કીમની જાહેરાત
એક્સપોર્ટ ઇ રિફંડ આ મહિનાના અંત સુધી લાગુ
MEISની જગ્યાએ RDToP સ્કીમ
આવતા વર્ષે માર્ચમાં 4 મોટા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
એક્સપોર્ટમાં વધારા માટે સરકાર 2020ના માર્ચમાં મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરશે
શોપિંગ ફેસ્ટિવલમાં જેમ્સ, જ્વેલરી, ટેક્સટાઇલ, લેધર, ટુરિઝમ તેમજ હેન્ડીક્રાફ્ટ સેક્ટરના ટ્રેડર માટે સુવિધા
એક્સપોર્ટ અવધિમાં ઘટાડા માટે એક્શન પ્લાન
દશેરામાં શરૂ થશે એસેસમેન્ટ સ્કીમ