ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં સિંગતેલ સહિતના તેલના ભાવમાં આ અઠવાડિયામાં ડબે 25 થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, ચોમાસુ નજીક આવતા મગફળી સહિતના માલની વેચાવલી વધતા ભાવ ઘટ્યા છે. જ્યારે કપાસિયા તેલ ડબે 40 રૂપિયા, પામોલિયન તેલના ડબે 40 રૂપિયા, સનફલાવર તેલના ડબે 20 અને કોર્ન ઓઇલમાં ડબે 40 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સિંગતેલના ડબાનો ભાવ રૂપિયા 2465 થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે મહિનામાં ઘટ્યા તો જૂનમાં ફરી વધ્યા હતા ભાવ
મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા. તેની સાથે સાથે સિંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.


આ પણ વાંચો:- ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચાર, પરંપરાગત રથયાત્રા કાઢવા માંગી પરવાનગી


ચીનને કારણે ડિમાન્ડ વધી અને ભાવ પણ વધ્યા 
પરંતુ હવે ચાઈનાએ હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળી અને આ કારણે ભાવ વધ્યા હતા. સ્થિર વલણ રહ્યા બાદ ફરી પાછો ભાવમાં વધારો આવતા સિંગતેલના ભાવમાં ગત અઠવાડિયામાં ડબે રૂપિયા 40 થી 50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ કપાસિયા તેલનો ડબો 2100 થી 2450 રૂપિયા થયો છે. તો સિંગતેલનો ભાવ 2600 થી 2750 રૂપિયા થયો છે. આ ભાવ અલગ અલગ બ્રાન્ડ મુજબ અલગ અલગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube