નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં થયેલા વધારાને પગલે સ્થાનિક સ્તરે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. તેલ કંપનીઓએ લગભગ 36 દિવસ પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. હાલમાં પેટ્રોલ પર 17 પૈસાનો અને ડીઝલમાં 13 પૈસાનો વધારો કરવામાં આ્વ્યો છે. હકીકતમાં તેલ કંપનીના માર્જિન પર સતત વધતા બોજને કારણે તેમને કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે. ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડતા તેલ કંપનીઓને ભારે નુકસાન થયું છે. એક્સપર્ટના મત પ્રમાણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો ચાલુ જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરાન પર અમેરિકન પ્રતિબંધના પગલે ટ્રેડર્સને માર્કેટમાં ઓઇલ સપ્લાય ઘટવાનો અંદેશો છે. આ કારણે જ ક્રુડની કિંમતમાં સતત બદલાવ જોવા મળે છે. હાલમાં બ્રેંટ ક્રુડ 77.69 ડોલર પ્રતિ બેરલ છે. જોકે, ઓપેક દેશોએ હાલમાં રોજ 10 લાખ બેરલ વધારે તેલ સપ્લાય કરવાની જાહેરાત કરી છે પણ આના કારણે તેલની ડિમાન્ડ પુરી નહીં થઈ શકે. આ સંજોગોમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં તેલની કિંમત વધી રહી છે. 


છેલ્લા કેટલાક દિવસોમાં કાચા તેલની માંગમાં ઝડપથી વધારો થયો છે. સાઉદી અરબ તેમજ રશિયાએ સપ્લાઇ પર પ્રતિબંધ લગાવ્યો છે. વેનેઝુએલાના આઉટપુટમાં ઘટાડાને કારણે આ વર્ષે તેલની કિંમતમાં તેજી પ્રવર્તી રહી છે. સામા પક્ષે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે જેના કારણે સામાન્ય વ્યક્તિને પેટ્રોલ-ડીઝલ માટે વધારે કિંમત ચૂકવવી પડી રહી છે. 


અત્યારની લેટેસ્ટ પરિસ્થિતિ 
પેટ્રોલની કિંમત


  • દિલ્હી - 75.71 રૂ.

  • મુંબઈ - 83.10 રૂ.

  • કોલકાતા - 78.39 રૂ.

  • ચેન્નાઈ - 78.57 રૂ.


ડીઝલની કિંમત 


  • દિલ્હી - 67.50 રૂ.

  • મુંબઈ - 71.62 રૂ.

  • કોલકાતા - 70.05 રૂ.

  • ચેન્નાઈ - 71.24 રૂ.


બિઝનેસજગતના સમાચાર જાણવા કરો ક્લિક...