એક દિવસ પછી ફરી વધી પેટ્રોલ-ડીઝલની કિંમત, આ છે આજનો ભાવ
ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં થતા ફેરફાર વચ્ચે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં તેજી નોંધાઈ છે
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં થતા ફેરફાર વચ્ચે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં તેજી નોંધાઈ છે. આ પહેલાં ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મંગળવારે વધારો થયો હતો પણ બુધવારે આ કિંમત જળવાયેલી રહી હતી. ગુરુવારે સવારે પેટ્રોલની કિંમતમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.82 રૂપિયા અને ડીઝલની કિંમત 65.19 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગઈ હતી.
ગુરુવારે સવારે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત ક્રમશ: 74.55 રૂપિયા, 77.50 રૂપિયા અને 74.64 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગઈ. આ રીતે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં ડીઝલ ક્રમશ: 67.60 રૂપિયા, 68.37 રૂપિયા અને 68.91 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જાણકારોને આશા છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થશે. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડ 56.20 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રુડ 61.25 ડોલર પ્રતિ બેરલના સ્તર પર છે.