સત્યમ હંસોરા, રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી સિંગતેલ (Groundnut oil)ના અને બીજા તેલના ભાવ (Price)માં સતત વધારો થઈ રહ્યો છે. આના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરી રહ્યો છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે સિંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય કપાસિયા તેલના ભાવમાં પણ 10 રૂપિયા જેટલો વધારો થયો છે. આ સંજોગોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 1780થી 1800 જેટલો અને કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થયો છે. નોંધનીય છે કે છેલ્લા 10 દિવસમાં સિંગતેલમાં પ્રતિ ડબ્બાએ 40 રૂપિયા જેવો વધારો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભડકે બળી સુરત GIDC, આખી રાત ચાલ્યું આગનું તાંડવ


આ પહેલાં ગણતરીના મહિનાઓ પહેલાં જન્માષ્ટમીનાં તહેવાર વખતે પણ સિંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. એ સમયે સિંગતેલનાં ભાવમાં રૂ. 10નો વધારો થતા 15 કિલો ડબ્બાનો ભાવ 1820થી 1830 રૂપીયા પહોંચી ગયો હતો. સિંગતેલની બજારો હજી ડબ્બે 20થી 25 રૂપિયા વધી જાય તેવી ધારણાં છે. ગુજરાત સરકાર દ્વારા જો ભાવવધારા સામે પગલા લેવામાં નહીં આવે તો સિઝનમાં જ બજારો ભળકે બળે તેવી ધારણાં છે.


રાજકોટમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ સ્ટેટ વિજિલન્સે ઝડપી લીધો


ગુજરાતમાં નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ અને ચાલુ સપ્તાહમાં પણ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાથી મગફળીનાં ઊભા પાકને મોટી અસર પહોંચી છે, જેને પગલે મગફળીનાં ઉત્પાદનનાં અંદાજમાં ઘટાડો થાય તેવી ધારણા છે. જો આવા અંદાજો કોઈ સત્તાવાર સંસ્થા જાહેર કરશે તો સિંગતેલ વધુ મોંઘું બની શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...