નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય હજારમાં છેલ્લા કેટલાક દિવસમાં ક્રુડઓઇલમાં આવેલી તેજીથી દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ક્રુડ કંપનીઓએ સતત ચોથા દિવસે રવિવારે પણ ક્રુડના ભાવોમાં વધારો કર્યો હતો. દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર વધારો થયો છે. ડિઝલના ભાવમાં દિલ્હી, કોલકત્તા અને મુંબઇમાં પણ 8 પૈસાનો જ્યારે ચેન્નાઇમાં 9 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં શું છે પેટ્રોલ-ડિઝલના ભાવ?
દેશની રાજધાની દિલ્હીમાં ચાર દિવસમાં પેટ્રોલ 32 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છે. ત્યારે ડીઝલના ભાવમાં ત્રણ દિવસમાં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં રવિવારે પેટ્રોલના ભાવમાં ક્રમશ: 70.37 રૂપિયા, 72.63 રૂપિયા, 76.06 રૂપિયા, અને 73.10 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. દેશના ચાર મહાનગરોમાં ડિઝલના ભાવ ક્રમશ: વધીને 64.19 રૂપિયા, 66.11 રૂપિયા, 67.30 રૂપિયા, અને 67.90 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 


આંતરરાષ્ટ્રીય બજારોને કારણે થઇ રહી છે ઉથલ પાથલ
છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજામાં ક્રુડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. કારણે કે, ભારત તેના ઉપયોગનો આશરે 84 ટકા ભાગ આયાત કરે છે. માટે ડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં વધારો થતા દેશમાં તમામ પેટ્રોલિયમ ઉત્પાદક મોધી થઇ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ અને બીજા સપ્તાહના છેલ્લા સત્રમાં નરમી જોવા મળી હતી. 


બેંચમાર્ક ક્રુડ ઓલના જૂન મહિલાનાના પ્રથમ અઠવાડિયે 60-63 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. બીજા અથવાડિયામાં તેના ભાવમાં 67 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચ્યા હતા. બ્રેંટ ક્રુડના ભાવમાં 60.25 ડોલરથી લઇને 66.85 ડોલરની વચ્ચે રહ્યા હતા, જાણકારોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો જોવા મળી શકે છે.