નવી દિલ્હી: રૂપિયાની નબળાઇના લીધે ભારતમાં કાચા ઓઇલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ગુરૂવારે (6 સપ્ટેમ્બર)ના રોજ ચાલુ રહ્યો. ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે આ સાથે જ ચાર મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગત 15 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઝડપથી વધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારો અનુસાર આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તમને પરેશાન કરી શકે છે. વિપક્ષી દળ સતત પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી રહ્યા છે. સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી ચૂકી છે. 


દિલ્હીમાં શું છે કિંમત
પેટ્રોલ- 79.51
ડીઝલ- 71.55


મુંબઇમાં શું છે કિંમત
પેટ્રોલ- 86.91
ડીઝલ- 75.96


કલકત્તામાં શું છે કિંમત
પેટ્રોલ- 82.41
ડીઝલ- 74.40


ચેન્નઇમાં શું છે કિંમત
પેટ્રોલ- 82.62
ડીઝલ- 75.61


16 ઓગસ્ટથી માંડીને અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 2.17 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ ચૂક્યો છે. ડીઝલ પર આસમાને પહોંચ્યું છે. તેની કિંમત આ દરમિયાન 2.62 રૂપિયા પ્રતિ લીટર વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી દેશમાં મોંઘવારી વધવાનો ખતરો પેદા થઇ ગયો છે. 


પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા પાછળ રૂપિયો એક મોટું કારણ છે. રૂપિયામાં ઘટાડાના લીધે ઓઇલ કંપનીઓ સતત ભાવમાં ફેરફાર કરી રહી છે. જોકે કંપનીઓ ડોલરમાં ઓઇલની ચૂકવણી કરે છે, જેના લીધે તેમને પોતાના માર્જિન પુરા કરવા માટે ઓઇલના ભાવ વધારવા પડી રહ્યા છે.