પેટ્રોલના ભાવ વધારા પર લાગ્યો બ્રેક, ડીઝલના ભાવ પણ સ્થિર
પેટ્રોલના ભફાવમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા વધારામાં મંગળવારે બ્રેક લાગી ગયો છે. ઈંધણ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે સ્થિરતા જોવા મળી રહી છે.
નવી દિલ્હી: પેટ્રોલના ભફાવમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા વધારામાં મંગળવારે બ્રેક લાગી ગયો છે. ઈંધણ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે સ્થિરતા જોવા મળી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓલઇના ભાવમાં પણ સામાન્ય વધારા સાથે કારોબાર ચાલી રહ્યો હતો.
વધુમાં વાંચો:- 2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ
કયા શહેરમાં શું છે ઈંધણનો ભાવ
ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ પૂર્વવત ક્રમશ; 73.21 રૂપિયા, 75.55 રૂપિયા, 78.82 રૂપિયા અને 76.03 રૂપિયા પ્રતિ લિટર છે. ચારે મહાનગરોમાં ડીઝલના ભાવ પણ પૂર્વવત ક્રમશ: 66.24 રૂપિયા, 68.31 રૂપિયા, 69.43 રૂપિયા અને 69.69 રૂપિયા પ્રતિ લીટર છે. જો કે, ઈંધણ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 13 પૈસા, જ્યારે કોલકાતામાં 17 પૈસા અને ચેન્નાઇમાં 14 પૈસા પ્રતિ લિટર વધાર્યા હતા.
વધુમાં વાંચો:- Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’
જાણવા મળી રહ્યું છે કે, દિલ્હીમાં પેટ્રોલના ભાવ પાછલા સાડા સાત મહિનાથી ઉંચા સ્તર પર રહ્યા છે. આ પહેલા 29 નવેમ્બર 2019ના દેશની રાજધાનીમાં પેટ્રોલના ભાવ 73.24 રૂપિયા પ્રતિ લીટર હતું. આંતરરાષ્ટ્રીય વાયદા કરાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સેચન્જ પર બ્રેન્ટ ક્રૂડને સપ્ટેમ્બર વાયદા અનુબંધમાં ગત સત્રની સરખામણીએ 0.15 ટાક વધારા સાથે 66.58 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો. ત્યારે ન્યૂયોર્ક માર્કેટાઇલ એક્સેચન્જ પર વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (ડબ્લ્યૂટીઆઇ)ના ઓગસ્ટ ડીલમાં લગભગ સ્થિરતાની સાથે 59.60 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો.
(ઇનપુટ: આઇએએનએસ)
જુઓ LIVE TV