નવી દિલ્હીઃ સામાન્ય લોકોને આગામી મહિને એટલે કે 1 જાન્યુઆરી 2022થી મોંઘવારીનો જોરદાર ઝટકો લાગવાનો છે. જ્યાં કપડાથી લઈને શૂઝ, ચપ્પલ ખરીદવાથી લઈને ઓનલાઇન ભોજન મંગાવવુ ખુબ મોંઘુ પડવાનું છે. હકીકતમાં 1 જાન્યુઆરીથી રેડીમેડ ગારમેન્ટ્સ પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા થઈ જશે. તેનાથી રેડીમેડ ગારમેન્ટ્સની કિંમત વધશે. કપડા વેપારીઓનું કહેવું છે કે જીએસટીમાં વધારો થવાથી રિટેલ કારોબાર ખરાબ રીતે પ્રભાવિત થશે. રેડીમેડના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ જીએસટીમાં વધારાનો વિરોધ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ સરકાર પોતાના નિર્ણયથી પાછળ હટવાના મૂડમાં નથી. તેવામાં નવા વર્ષથી રેડીમેટ ગારમેન્ટ્સ ખરીદવા માટે ગ્રાહકોએ વધુ પૈસા ચુકવવા પડશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે કપડા અને શૂઝ (clothes and shoes) જેવા તૈયાર માલ પર ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી (Good and Service Tax) ને 5 ટકાથી વધારી 12 ટકા કરી દીધો છે. આ ટેક્સ સ્લેબમાં નવો ફેરફાર 1 જાન્યુઆરી 2022થી લાગૂ થઈ જશે. 


જાણો કેવા પ્રકારના કપડા પર કેટલો લાગશે GST?


ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ  નવો ભાવ (%) જૂનો ભાવ (%)
મેન મેડ ફાઇબર  12     18
સિંથેટિક યાર્ન    12   12   
 તમામ પ્રકારના ફેબ્રિક્સ  12   5
કોટન  5 5
કોટન યાર્ન  5 5
1000 રૂપિયાથી ઓછાના ગારમેન્ટ્સ    12 5

આ પણ વાંચોઃ Richest States: આ છે ભારતના 5 સૌથી અમીર રાજ્ય, જ્યાંથી ભરાય છે દેશનો ખજાનો, ગુજરાત વિશે તો ખાસ જાણો


1 જાન્યુઆરીથી ઓનલાઇન ભોજન મંગાવવા પર લાગશે ટેક્સ
જો તમે ઓનલાઇન ભોજનનો ઓર્ડર કરો છો તો આગામી મહિનાથી તમારે વધારે પૈસા ચુકવવા પડી શકે છે. કારણ કે નવા વર્ષમાં ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ ઝોમેટો (Zomato App)  અને સ્વિગી (Swiggy App) એપથી ઓનલાઇન ભોજન ઓર્ડર કરવા પર ટેક્સની ચુકવણી કરવી પડશે. મહત્વનું છે કે 1 જાન્યુારી 2022થી ફૂડ ડિલીવરી એપ્સ પર 5 ટકા જીએસટી લાગશે. પરંતુ યૂઝર્સને પર તેની કોઈ અસર નહીં થાય કારણ કે તે સ્પષ્ટ કરવામાં આવી ચુક્યુ છે કે સરકાર આ ટેક્સ ગ્રાહકો પાસેથી નહીં પરંતુ એપ કંપનીઓ પાસેથી વસૂલ કરશે. પરંતુ એપ કંપનીઓ કોઈને કોઈ રીતે પોતાના ટેક્સની ભરપાઈ ગ્રાહકો પાસેથી કરશે. તેવામાં 1 જાન્યુઆરી 2022થી એપના માધ્યમથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવો ગ્રાહકોને મોંઘો પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube