6 રૂપિયાના સ્ટોકે 9 મહિનામાં 1 લાખના બનાવી દીધા 24 લાખ, રોકાણકારો માલામાલ
શેર બજારમાં એવી ઘણી કંપની છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ કંપનીએ પોતાના રોકાણકારોના પૈસા અનેક ગણા વધારી દીધા છે.
નવી દિલ્હીઃ Prime Industries Limited (PIL) Share Price: શેર બજારમાં લિસ્ટેડ ઘણી કંપનીઓના સ્ટોકે રિટર્નના મામલામાં પોતાના ઈન્વેસ્ટરોને ચોંકાવ્યા છે. આજે અમે તમને એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેમાં પૈસા લગાવનાર માત્ર 9 મહિનામાં માલામાલ થઈ ગયા છે. આ શેર પ્રાઇમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પીઆઈએ) નો છે. કંપનીના સ્ટોકે છેલ્લા 9 મહિનામાં બીએસઈ પર 2300 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત 6 રૂપિયા (2 જાન્યુઆરી 2023નો બંધ ભાવ) થી વધી 146.40 રૂપિયા (15 સપ્ટેમ્બર 2023નો બંધ ભાવ) સુધી પહોંચી ગઈ છે. એટલે કે 1 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ 9 મહિનામાં 24 લાખ રૂપિયા થઈ ગયું છે.
6 મહિનામાં 1500 ટકા રિટર્ન
Prime Industries Limited (PIL)ની શેર હિસ્ટ્રી પ્રમાણે છેલ્લા છ મહિનામાં તેણે 1584.70 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે આ દરમિયાન શેર 8 રૂપિયાથી વધી વર્તમાન કિંમત સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 1584.70 ટકાનો વધારો થયો છે. તો છેલ્લા પાંચ વર્ષમાં તેણે 24300 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેરની કિંમત 60 પૈસાથી વધી 146 રૂપિયાને પાર થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ₹20 ના IPO નો કમાલ, 1 લાખના બની ગયા 21 કરોડ રૂપિયા, બોનસ-સ્પ્લિટની પણ ભેટ
કંપનીનો કારોબાર
પ્રાઇમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પીઆઈએલ) વનસ્પતિના નિર્માણની સાથે-સાથે માર્કેટિંગના કારોબારમાં સક્રિય છે. કંપનીએ બેકરી-ક્વોલિટીવાળા વનસ્પતિનું નિર્માણ પણ શરૂ કર્યું જેની બજારમાં સારી પકડ છે. આ કામગીરીમાં વધુ સારી ગુણવત્તાયુક્ત શુદ્ધ તેલનું ઉત્પાદન કરવાના ઉદ્દેશ્ય સાથે સૂર્યમુખી તેલ વગેરે જેવા વિવિધ તેલની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube