આ ખાતાધારકો માટે સારા સમાચાર: કોના ખાતામાં ક્યારે પૈસા જમા થશે? PM મોદીએ આપ્યો જવાબ
કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં ગરીબો સુધી પૈસા પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખોની જાહેરાત કરી દીધી છે. જનધન ખાતાધારકોને લોકડાઉનમાં આર્થિક સહાયતા જલદી મળવાની શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જનધન ખાતાધારકોની સાથે આ મહત્વની જાણકારી શેર કરી જેથી કરીને બેંકોમાં ભીડ ન ઉમટે.
નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં ગરીબો સુધી પૈસા પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખોની જાહેરાત કરી દીધી છે. જનધન ખાતાધારકોને લોકડાઉનમાં આર્થિક સહાયતા જલદી મળવાની શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જનધન ખાતાધારકોની સાથે આ મહત્વની જાણકારી શેર કરી જેથી કરીને બેંકોમાં ભીડ ન ઉમટે.
ખાતામાં પૈસા જમા થવાની તારીખ
જે ખાતાના અંતિમ અંક 0 કે 1 છે તે ખાતાધારકને 3 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક 2 કે 3 છે તે ખાતાધારકને 4 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક 4 કે 5 છે તે ખાતાધારકને 7 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક 6 કે 7 છે તે ખાતાધારકને 8 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક 8 કે 9 છે તે ખાતાધારકને 9 એપ્રિલના રોજ પૈસા મળશે.
કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે આર્થિક મદદની થઈ ચૂકી છે જાહેરાત
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારે વડાપ્રધાન જનધન યોજના હેઠળ આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. આ માટે સરકારે આ ખાતાધારકોના બેંક એકાઉન્ટમાં આગામી 3 મહિના સુધી પૈસા મોકલવાનું કહ્યું છે. પહેલો હપ્તો 3 એપ્રિલના રોજ ખાતાધારકોના એકાઉન્ટમાં જમા થશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube