નવી દિલ્હી: Retirement Age: અત્યારે દેશમાં બેરોજગારીને (Unemployment) લઈને હંગામો છે, આ દરમિયાન એક દરખાસ્ત આવી છે જેમાં નિવૃત્તિની ઉંમર (Retirement Age) વધારવાનું કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે (PM Economic Advisory Council) એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં નિવૃત્તિની (Retirement) વય વધારવાની હિમાયત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં દેશમાં વૃદ્ધ લોકોની (Aged People) વસ્તી ઝડપથી વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃદ્ધોને લાંબા સમય સુધી કામ કરવાની મંજૂરી મળે
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે (PM Economic Advisory Council) સરકારને નિવૃત્તિની વય (Retirement Age) વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કાઉન્સિલનું કહેવું છે કે વધુ સારા સ્વાસ્થ્ય માળખાને કારણે અંદાજિત આયુષ્યમાં વધારો થવાની અપેક્ષા છે. કાઉન્સિલનું કહેવું છે કે વૃદ્ધ લોકોને પણ તેમની અગાઉની પેઢી કરતાં લાંબા સમય સુધી કામ કરવાની મંજૂરી મળવી જોઈએ.


આ પણ વાંચો:- Independence @75: હાથમાં તિરંગો, હોઠ પર ગૌરવ ગીત; કાશ્મીરની વાદિઓમાં ગુંજતું રાષ્ટ્રગીત


ધીમે-ધીમે વધારવી જોઈએ નિવૃત્તિ વય
બુધવારે બહાર પાડવામાં આવેલ આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નિવૃત્તિની વય તબક્કાવાર વધારવી જોઈએ, કારણ કે ભારત યુવાનોનો દેશ છે અને મોટી સંખ્યામાં કાર્યકારી વસ્તી ધરાવે છે. કાઉન્સિલના ચેરમેન બિબેક દેબરોયે જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિવૃત્તિની વય વધારવાથી હાલના કર્મચારીઓની જરૂરિયાતો અને નોકરીઓની ઉપલબ્ધતા સાથે સમાધાન કર્યા વિના વૃદ્ધો માટે રોજગારની તકો ઉભી થાય છે.


આ પણ વાંચો:- આ જાતિ અંગે પાકિસ્તાની PM ઇમરાન ખાને આપ્યું આવું ઘૃણાસ્પદ નિવેદન, થયો હંગામો


કૌશલ્ય વિકાસ માટે નીતિ બનાવો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કામ કરવાની વયની આબાદીને વધારવા માટે સેવાનિવૃત્તિની ઉંમર વધારવાની પણ જરૂર છે, અથવા તેનાથી સામાજિક સુરક્ષા વ્યવસ્થા પરનું દબાણ ઘટશે નહીં અને દેશ માટે આ હાંસલ કરવું મુશ્કેલ છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના કૌશલ્ય વિકાસની પણ વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આવી નીતિઓ બનાવવી જોઈએ જેથી તેમનો કૌશલ્ય વિકાસ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરના વિસ્તારોમાં રહેનારા, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓ કે જેમની પાસે તાલીમ મેળવવાની સાધન નથી તે પણ સામેલ હોવા જોઈએ.


આ પણ વાંચો:- ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે પુજારાની કારકિર્દીનો The END? રિટાયરમેન્ટ લેવા ઉઠી માંગ


ક્યાં સૌથી વધારે વૃદ્ધ?
આર્થિક સલાહકાર પરિષદ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ મુજબ, વૃદ્ધાવસ્થાના રાજ્યોની યાદીમાં રાજસ્થાન ટોચ પર છે, ત્યારબાદ સૌથી વધુ વસ્તી ધરાવતા મહારાષ્ટ્ર અને બિહાર છે. જ્યારે પ્રમાણમાં વૃદ્ધ રાજ્યોની કેટેગરીમાં હિમાચલ ટોપ પર છે, ત્યારબાદ ઉત્તરાખંડ અને હરિયાણા આવે છે. રિપોર્ટમાં 50 લાખ કે તેથી વધુની વસ્તી ધરાવતા અને 50 લાખથી ઓછી વસ્તી ધરાવતા જૂના રાજ્યને પ્રમાણમાં વૃદ્ધ રાજ્ય કહેવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- નાગ પંચમી પર આજે ભૂલથી પણ ના કરો આ કામ, નહીંતર આવી શકે છે આપત્તિ


વૃદ્ધ લોકો માટે કામ કરતી સંસ્થા Help Age International દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, ભારતની કુલ વસ્તીના 10% (આશરે 139 મિલિયન લોકો) 2019 સુધીમાં 60 વર્ષથી વધુ ઉંમરના હતા, 2050 સુધીમાં આ આંકડો વધીને 19.5% થઈ જશે. આવી સ્થિતિમાં, દેશમાં દર 5 લોકોમાંથી એક વરિષ્ઠ નાગરિક હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube