આ સ્કિમમાં રોકાણ કરીને ઘરે બેઠાં મહિના મેળવો 50 હજાર રૂપિયાનો નફો, જાણો વિગતો
નવી દિલ્લીઃ વધતી જતી મોંઘવારીને કારણે એક નોકરીથી પુરુ થાય એમ નથી હોતું. જેને કારણે લોકો હવે સાઈડ ઈનકમની શોધ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો સરકારી બેંકની સારી સ્કિમમાં રોકાણ કરીને ઈધર ઈનકમ ઉભી કરતા હોય છે. આ આર્ટિકલમાં પણ આપણે આવી જ એક સ્કિમ વિશે જાણીશું. આ સ્કિમમાં પૈસા જમા કરાવવાથી અને દર મહિને 50,000 રૂપિયાનો પ્રોફિટ થઈ શકે છે. જો તમે પણ આવું વિચારો છો તો તમારે SIPમાં રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેના પર તમને મળશે સારું એવું રિર્ટન.
સૌ કોઈની પોતાના ભવિષ્યની ચિંતા હોય છે. એટલે જ લોકો ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ક્યાંકને ક્યાંક ઈન્વેસ્ટ કરતા હોય છે. વધુ લોકો રિટાયર્મેન્ટ પછી પોતાનું જિવન સારું રહે કે માટે ઈન્વેસ્ટ કરતા હોય છે. સાથે જ લોકો વિચારે છે કે ઈન્વેસ્ટ એવી જગ્યા પર કરવું જોઈએ જેનાથી હાઈ રિટર્ન મળે. જો તમે પણ એવું વિચારો છો તો તમારે SIPમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. જેનાથી તમને વધુ પૈસા મળશે. જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે દર મહિને 3500 રૂપિયા પ્રતિ મહિનાની SIP શરૂ કરો તો 30 વર્ષ સુધી મહિને 3500 રૂપિયા જમા કરીને 12.60 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરી શકો છો.
આ સ્કિમમાં તમને 12 ટકા રિટર્ન મળે છે. એટલે 30 વર્ષના અંતે તમારી પાસે 1.23 કરોડ રૂપિયાનું ફંડ તૈયર રહેશે. જો તમે 1.23 કરોડમાં 5 ટકા વ્યાજ કાઢો જો તો વાર્ષિક 6.15 લાખ રૂપિયા થાય. આ હિસાહે તમેન દર મહિને 50,000 રૂપિયા મળશે. એસબીઆઈ સ્મૉક કેપ મ્યૂચુઅલ ફંડે પાછલા વર્ષોમાં 20.04 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. જ્યારે, નિપ્પૉન ઈન્ડિયા સ્મૉલ કેપ મ્યૂચુઅલ ફંડ સ્કિમે 18.14 ટકા અને ઈન્વેસ્કો ઈન્ડિયા મિડકેપ મ્યૂચુઅલ ફંડ સ્કિમે 16.54 ટકા રિટર્ન આપ્યું છે.
(નોંધ- આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે, ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી, કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં તમામ પાસાઓ ચકાસી લેવા અને નિષ્ણાતોની સલાહ લેવી.)