નવી દિલ્હી: જો તમે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે અનેક વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. 8થી 9 કલાક સુધી ઓફિસમાં કામ કરવામાંથી આઝાદી મેળવવા માટે લોકો અનેકવાર બિઝનેસમાં હાથ અજમાવવા માંગે છે પરંતુ આ કામ એટલું પણ સરળ નથી. આ માટે કોઈ  બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે તેના વિશે સારી પેઠે માહિતી ભેગી કરવી જરૂરી રહે છે. આવામાં અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીએ છીએ કે જે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડકનાથનો બિઝનેસ ફાયદાનો સોદો
ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના ઝાબુઆ ડિસ્ટ્રિક્ટમાં મળી આવતા કડકનાથ ચિકનની નસ્લની માગણી ઝડપથી વધી રહી છે. તેલંગણા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ રાજ્યમાં કડકનાથ ચિકન સંલગ્ન અનેક પોલ્ટ્રી ફાર્મ છે અને આ રાજ્યમાં આ ચિકનની ખુબ માગણી પણ છે. ધીરે ધીરે કડકનાથ મરઘાની ડિમાન્ડ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube