નવી દિલ્હી: દુનિયાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 10 મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ)ની યાદીમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સ્થાન પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ (એચબીઆર)એ દુનિયાના 100 સૌથી સારું પ્રદર્શન કરનાર સીઇઓની 2019ની યાદી બનાવી છે. તેમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓ શાંતનુ નારાયણ, અજય બંગા અને સત્ય નડેલા સામેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Okinawa Lite ઇલેક્ટ્રિક સ્કૂટરની તસવીર લીક, જાણો ડીટેલ


આ યાદીમાં અમેરિકી ટેક્નોલોજી કંપની એનવીડિયોના સીઇઓ જેન્સેન હુવાંગ ટોચ પર છે. એડોબના શાંતનુ નારાયણ છઠ્ઠા, માસ્ટર કાર્ડના સીઇઓ અજય બંગા સાતમા અને માઇક્રોસોફ્ટના પ્રમુખ સત્ય નડેલા નવમા સ્થાન પર છે. આ ઉપરાંત એચબીઆરની આ યાદીમાં નાઇકના સીઇઓ માઇક પાર્કર 20મા, જેપી મોર્ગન ચેઝના પ્રમુખ જૈમી ડિમોન 23મા, લોકહીડ માર્ટિનની સીઇઓ મૈરિલિન હ્યૂસન 37મા, ડિઝનીના સીઇઓ રોબર્ટ ઇગર 55મા, એપના સીઇઓ ટીમ કુક 62મા, ભારતમાં જન્મે ડીબીએસ બેંકના સીઇઓ પીયૂષ ગુપ્તા 89મા અને સોફ્ટબેંકના પ્રમુખ માસાયોશી સન 96મા સ્થાન પર છે.

Xiaomi દુનિયાનો પહેલો 108 MP પેન્ટા કેમેરાવાળો ફોન લોન્ચ કરશે, જાણો વિગતો


અમેઝોન સીઇઓ બેઝોસ સૂચીમાંથી બહાર
એચબીઆરની આ યાદીમાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોનના સીઇઓ જેફ બેઝોસને સ્થાન મળ્યું નથી. આ વર્ષે અમેઝોનનો ઇએસજી સ્કોર ખૂબ ઓછો રહ્યો, જેથી બેઝોસને આ યાદીમાં સ્થાન ન મળ્યું. તે આ યાદીમાં 2014થી દર વર્ષે નાણાકીય પ્રદર્શનના આધારે યાદીમાં ટોચ પર રહ્યા હતા. એચબીઆરે કહ્યું કે આ યાદીમાં તે કંપનીઓના સીઇઓને સામેલ કરવામાં આવ્યા છે, જે 2018ના અંતમાં એસએન્ડપી ગ્લોબલ-1200 ઇન્ડેક્સમાં રહી.  

લીક થયો Redmi Note 8Tનો ફોટો, જાણો શું છે ખાસ


ચાર મહિલા સીઇઓ પણ સામેલ
એચબીઆરનું કહેવું છે કે 2019ની આ યાદીમાં ટોપ-50ની યાદીમાં ચાર મહિલા સીઇઓ સામેલ છે. આ પહેલાં 2018માં જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ત્રણ મહિલા સીઇઓ સ્થાન બનાવવામાં સફળ રહી હતી. તો બીજી તરફ 2017માં આવેલી યાદીમાં બે મહિલા સીઇઓને સ્થાન મળ્યું હતું. એચબીઆરનું કહેવું છેકે દર વર્ષે જ્યારે યાદી આવે છે કે કેટલાક વાચકો તેનો વિરોધ કરે છે. પરંતુ દર વર્ષે તેમને જવાબ આપવામાં આવે છે કે આ પરિણામ મહિલા સીઇઓના પ્રદર્શન આધારિત નથી.