નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની બેંકોને 2017-18માં કુલ મળીને 85,370 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાનની માર સહન કરી રહેલી પંજાબ નેશનલ બેંક (લગભગ 12,283 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. નુકસાનના મામલે આઇડીબીઆઇ બેંક બીજા ક્રમે છે. બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલા ત્રિમાસિક આંકડા અનુસાર નાણાકીય વર્ષ દરમિયાન 21માંથી 19 બેંક નુકસાનમાં રહી. ઇન્ડીયન બેંક અને વિજયા બેંકને બાદ કરતાં 19 સરકારી બેંકોનું કુલ નુકસાન 87,357 કરોડ રૂપિયા રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડીયન બેંક અને વિજયા બેંકે 2017-18માં કુલ મળીને 1986.01 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેમાં ઇન્ડીયન બેંકને 1,258.99 કરોડ રૂપિયા અને વિજયા બેંકને 727.02 કરોડ રૂપિયાનો લાભ થયો છે. ઇન્ડીયન બેંકનો આ અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. આ પ્રકારના સાર્વજનિક ક્ષેત્રને બેંકોને ગત વર્ષમાં કુલ મળીને 85,370 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 2016-17 દરમિયાન આ 21 બેંકોને કુલ 473.72 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

મોદી સરકારનો બ્યુરોક્રેસીમાં મોટો ફેરફાર, હવે UPSC વિના પણ બની શકાશે સરકારી અધિકારી  


14,000 કરોડ રૂપિયાના કૌભાંડનો ડંશ સહન કરી રહેલી પંજાબ નેશનલ બેંક ગત નાણાકીય વર્ષમાં 12,282.82 કરોડ રૂપિયાનું નુકસાન થયું જ્યારે તે ગત નાણાકીય વર્ષમાં તેણે 1,324.8 કરોડ રૂપિયાનો ફાયદો કર્યો હતો. પીએનબી બાદ સૌથી વધુ નુકસાન આઇડીબીઆઇ બેંકને થયું છે. તેનું નુકસાન 2016-17 5,158.14 કરોડ રૂપિયાથી વધીને 2017-18માં 8,237.93 રૂપિયા થઇ ગયું.

ગોરખપુર: 63 બાળકોની મોતના આરોપી ડૉ. કફીલ ખાનના ભાઇ પર જીવલેણ હુમલો 


દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકનું નુકસાન 2017-18માં 6,547.45 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે 2016-17માં તેણે 10,484.1 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. તો બીજી તરફ દેશના બેકિંગ ક્ષેત્ર એનપીએ અને કૌભાંડ સામે ઝઝૂમી રહી છે. ડિસેમ્બર 2017 સુધી બેકિંગ ક્ષેત્રનું એનપીએ 8.31 લાખ કરોડ રૂપિયા રહ્યું. વધતા જતાં દેવાના લીધે બેંકોની નાણાકીય સ્થિત નાજૂક છે અને તેના લીધે 21 સાર્વજનિક બેંકોમાંથી 11ને રિઝર્વ બેંકે ત્વરિત સુધાર કાર્યવાહી (પીએસએ) સિસ્ટમ અંતગર્ત રાખી છે.  


નાણામંત્રી પીયૂષ ગોયલે એનપીએના સમાધાન માટે એક રાષ્ટ્રીય પરિસંપત્તિ પુનર્ગઠન કંપનીની રચના વિશે વિચારો રજૂ કરવા માટે વિશેષજ્ઞોની સમિતિની રચના કરી છે. સમિતિ 15 દિવસમાં પોતાના મંતવ્યો રજૂ કરશે.