નવી દિલ્હી: ડિજિટલ ટ્રાંજેક્શનના ઝડપથી વધી રહેલા દૌરમાં ભલે બેંકની શાખાઓ પર નિર્ભરતા ઓછી રહી ગઇ છે. પરંતુ હજુપણ એવા તમામ કામ હોય છે જેના લીધે તમારે બ્રાંચમાં જવું પડે છે. જો તમે પણ સામાન્ય રીતે પોતાના બેંકની બ્રાંચમાં જતા હોય છે તો આ સમાચાર તમારા માટે કામના છે, કારણ કે ફાઇનેંસ મિનિસ્ટ્રીની બેકિંગ ડિવીઝને સરકારી બેંકોનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે. સરકારી બેંકોમાં સવારે 10 વાગે કામકાજ શરૂ થાય છે. એવામાં નાણા મંત્રાલયની બેંકિંગ ડિવીઝને અત્યારે સરકારી અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોના (RRB) સવારે 9 વાગ્યાથી ખોલવાનો નિર્ણય કર્યો છે.  


5 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio GigaFiber, 5 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક શાખા ખોલવા માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા
જૂનમાં બેંકો ખોલવાના સમયને એક કરવાના હેતુથી નાણા મંત્રાલ્યના બેંકિંગ ડિવીઝને વીડિયો કોંફ્રેંસિંગના માધ્યમથી જૂનમાં મીટિંગ કરી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બેંકોમાં કામકાજ ગ્રાહકોની સુવિધા અનુસાર થવું જોઇએ. તેના માટે બેંકોનો ખુલવાના સમયમાં ફેરફાર માટે મંજૂરી આપવામાં આવી છે. ઇન્ડીયન બેંક એસોસિએશન (IBA) એ 24 જૂનના રોજ ગ્રાહક સુવિધા પર રચવામાં આવેલી ઉપસમિતિની બેઠકમાં બેંક શાખા ખોલવાના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. 

Jio Fiber Customersને મફતમાં મળશે LED TV, જાણો 10 મહત્વની જાહેરાત


સ્થાનિક સમાચાર પત્રમાં આપવામાં આવશે સૂચના
પહેલા વિકલ્પ તરીકે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય, બીજો વિકલ્પ તરીકે સવારે 10 થી 4 વાગ્યા સુધીનો સમય અને તેમાં ત્રીજો ઓપ્શન સવારે 11 થી 5 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો. આઇબીએ બેંકોને કહ્યું કે 31 ઓગસ્ટ સુધી જિલ્લા સ્તરીય સમંવય સમિતિની બેઠક કરી બેકિંગ ટાઇમ વિશે નિર્ણય કરી લીધો અને આ વિશે સ્થાનિક સમાચાર પત્રમાં પણ જાણકારી આપી છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે જો ક્યાંક ગ્રાહક મોડા સુધી બેકિંગ સર્વિસ ઇચ્છે છે તો ત્યાં પહેલાંની માફક સવારે 10 અથવા 11 વાગ્યાથી બેંક ખોલવાનો વિકલ્પ રહેશે. બેકિંગ ડિવીજનની માફક આ નિર્ણય સકારી અને ક્ષેત્રીય ગ્રાહકો બેંકો (RRB) પર લાગૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે બેંક ખોલવાનો નવો સમય સપ્ટેમ્બરથી લાગૂ થવાની આશા છે.