નવી દિલ્હીઃ કરોડપતિ બનવું દરેક લોકોનું એક સપનું હોય છે. જો તમે પણ આ સપનું પૂરુ કરવા ઈચ્છો છો તો રોકાણ કરવુ એક સારી રીત છે. લોન્ગ ટર્મમાં કરેલું રોકાણ તમને સરળતાથી કરોડપતિ બનાવી શકે છે. જો તમે નોકરી કરી રહ્યાં છો તો જલ્દી રોકાણ કરૂ કરી દો. તમે જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો એટલું સારૂ રિટર્ન તમને મળશે. આવો જાણીએ એવી સરકારી સ્કીમ વિશે જે તમે 25 વર્ષમાં ગેરેન્ટેડ કરોડપતિ બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યાં છીએ દેશની સૌથી પોપુલર સ્મોલ સેવિંગ સ્કીમ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)ની. આ સ્કીમમાં તમારા પૈસા સુરક્ષિત રહેશે અને તેના પર સારૂ વ્યાજ મળે છે. પીપીએફ પોપુલર સ્કીમ એટલા માટે છે કારણ કે તેમાં જમા થતા પૈસા, મળનાર વ્યાજ અને મેચ્યોરિટી પર મળનારી રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. આ સરકારની  EEE સ્કીમમાં સામેલ હોય છે.  EEE નો મતલબ છે Exempt.દર વર્ષે ડિપોઝિટ પર ટેક્સ છૂટનો દાવો કરવાનો વિકલ્પ હોય છે. દર વર્ષે મળનાર વ્યાજ પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. એકાઉન્ટ મેચ્યોર થવા સુધી સંપૂર્ણ રકમ ટેક્સ ફ્રી રહેશે. 


આ પણ વાંચોઃ વિશ્વની સૌથી અમીર મહિલા જેણે સંપત્તિમાં મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા


PPF માં કેટલું રોકાણ કરી શકો છો
આ સ્કીમ હેઠળ વાર્ષિક તમે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. પીપીએફ એકાઉન્ટને મેચ્યોર થવામાં 15 વર્ષનો સમય લાગે છે. 


PPF પર કેટલું વ્યાજ મળે છે?
બેન્ક અને પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટના મુકાબલે પીપીએફમાં વધુ વ્યાજ મળે છે. આ સ્કીમ 1 એપ્રિલ 2023થી 7.1 ટકા હિસાબે વ્યાજ આપી રહી છે. 


PPF માં કેટલા વર્ષ રોકાણ કરી શકો છો?
પીપીએસ એકાઉન્ટ કોઈપણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. પીપીએફ સ્કીમમાં 15 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. જો તમે મેચ્યોરિટી બાદ પણ તેને જારી રાખવા ઈચ્છો છો તો પછી આવી સ્થિતિમાં પીપીએફ એકાઉન્ટને 5-5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકો છો. 


આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં સારા નફાનો સંકેત, આ IPO માં એસબીઆઈ અને LIC એ લગાવ્યો દાવ


સમજો ગણિત
પીપીએફ સ્કીમમાં થોડા-થોડા પૈસા જમા કરી કરોડપતિ બની શકો છો. ફોર્મ્યૂલા સરળ છે. માત્ર 411 રૂપિયા દરરોજ એટલે કે વર્ષના 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર 25 વર્ષમાં વર્તમાન વ્યાજદર 7.1 ટકાના આધાર પર 1.3 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube