જાણો PPF ના ખાતુ ખોલવાથી લઈ પૈસા ઉપાડવા અને ખાતુ બંધ કરવા સુધીના A to Z નવા નિયમો
PPF Account: જો તમારે સમયથી પહેલાં PPF અકાઉન્ટ બંધ કરવા માગો છો તો તે થઈ શકે છે. પણ તેના માટે અમુક ચોક્કસ નિયમ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે PPF અકાઉન્ટ ખોલી શકાય છે અને તેને બંધ કરી શકાય છે.
PPF Account: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ મોટાભાગના લોકો માટે પસંદગીની રોકાણ યોજના છે, જેમાં જોખમ મુક્ત રોકાણ કરી શકાય છે. આ યોજના કરમુક્ત છે, કારણ કે કર મુક્તિ અને મહત્તમ રોકાણ સમાન છે. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) સરકાર દ્વારા માન્ય રોકાણ યોજના છે. જેને રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં 15 વર્ષની પ્રારંભિક લોક-ઈનનો સમયગાળો છે અને કમ્પાઉન્ડિંગની સાથે વધારે લાભ મળી શકે છે. જો કે, રોકાણકાર તેને સમય પહેલાં બંધ કે Withdraw કરી શકે છે. જેનો વ્યાજદર સરકાર દર 3 મહિને નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની સાથે સાથે આજકાલ બેંકમાં પણ પીપીએફ અકાઉન્ટ ખોલી શકાય છે. એક વ્યક્તિ પીપીએફમાં પ્રતિ વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
કોઈપણ વ્યક્તિના નામ પર એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી વધુ રોકાણ આ ફંડમાં ન થવું જોઈએ. NRIs, HUFs પીપીએફ અકાઉન્ટ ન ખોલાવી શકો. નાબાલિકના નામથી પણ આ અકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં એક વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા અને અધિકતમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ થઈ શકે છે. PPF ઉપાડ માર્ગદર્શિકા 2021 મુજબ જો પાકતી મુદત પૂરી થાય તો 15 વર્ષ પછી પણ આંશિક ઉપાડની મંજૂરી આપે છે. નાણાકીય વર્ષના અંતથી 15 વર્ષ ગણવામાં આવે છે જેમાં પ્રારંભિક યોગદાન આપવામાં આવ્યું હતું. તેથી, જો તમે 15 જૂન, 2010 ના રોજ યોગદાન આપ્યું હોય, તો મેચ્યોરિટી તારીખ એપ્રિલ 1, 2026 હશે. તમે નવી ચૂકવણી કર્યા વિના બીજા પાંચ વર્ષ સુધી યોજનામાં ભાગ લેવાનું ચાલુ રાખી શકો છો અને તમને આંશિક ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષની મેચ્યોરિટી સમય પછી સામાન્ય રીતે ઉપાડ કરી શકાય છે. જો કે, ખાતુ ખોલવાની તારીખથી છઠ્ઠા વર્ષના અંતમાં આંશિક ઉપાડ કરી શકાય છે. બીજી તરફ જો ખાતાધારકને ભારત કે વિદેશમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર હશે તો સમયથી પહેલાં અકાઉન્ટ બંધ કરી શકાશે. આમ, પીપીએફની પાકતી મુદત 15 વર્ષની છે. આવી સ્થિતિમાં, જો તમે લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવા માંગો છો, તો આ યોજના વધુ સારી હોઈ શકે છે. PPFમાં માત્ર 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, જો તમે આ સ્કીમને 15 વર્ષ પહેલા બંધ કરવા માંગો છો, તો કેટલાક ઉપાડના નિયમો બનાવવામાં આવ્યા છે, જે તમારે જાણવું જોઈએ.
લોન લેવા માટે શું કરવું?:
PPF ઉપાડના નિયમો 2021 હેઠળ, ખાતામાં બેલેન્સ પર ઉપલબ્ધ લોનની રકમ બદલાઈ ગઈ છે. મૂળ PPF ઉપાડની શરતો હેઠળ, તમે પ્રારંભિક ડિપોઝિટના ત્રીજા નાણાકીય વર્ષમાં 2% વ્યાજ ચૂકવીને તમારા PPF ખાતામાંથી લોન મેળવી શક્યા હોત. હવે 2021 માટે PPF ઉપાડની માર્ગદર્શિકા હેઠળ, તે ઘટાડીને 1 ટકા કરવામાં આવી છે.
ઉપાડ માટે શું છે પ્રક્રિયા?:
PPF ખાતામાંથી ઉપાડના નિયમો હેઠળ, તમારે ફોર્મ C સબમિટ કરવું પડશે, જે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ હશે. ફોર્મમાં, તમારે એકાઉન્ટ નંબર અને તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરવાની રહેશે. તમારી સહી અને રેવન્યુ સ્ટેમ્પ પણ સામેલ કરવા પડશે, તે પછી તમારે પાસબુક સાથે સબમિટ કરવાનું રહેશે.
મુદ્દત પહેલા ઉપાડના શું છે નિયમો?:
તમે સાત વર્ષ પછી તમારા PPF ખાતામાંથી 50 ટકા રકમ ઉપાડી શકો છો, જે વર્ષમાં પ્રારંભિક યોગદાન આપવામાં આવ્યું હતું તે વર્ષથી શરૂ થાય છે. તમે દર વર્ષે માત્ર એક આંશિક ઉપાડ કરી શકો છો. ભંડોળ ઉપાડવા માટે, તમારે PPF પાસબુક અને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં અરજી રજૂ કરવાની જરૂર છે.
PPF રોકાણ અને બંધ કરવાના નિયમઃ
PPF ખાતાને તમે મેચ્યોરિટી તારીખ પહેલાં બંધ કરી શકો છો. પીપીએફ ખાતાને તે વર્ષના અંતથી પાંચ વર્ષ પછી મેચ્યોરિટી સમય પહેલાં બંધ કરવાની મંજૂરી છે. સમય પહેલાં બંધ કરવાની મંજૂરી ત્યારે જ મળશે જ્યારે મેડિકલ સ્થિતિને સાબિત કરનારા યોગ્ય દસ્તાવેજ હોય. આ દસ્તાવેજ બતાવ્યા પછી જ રોકાણકારને મેડિકલ સારવાર માટે પૈસાની જરૂર હશે તો અકાઉન્ટ બંધ કરવાની મંજૂરી મળશે.
અકાઉન્ટ બંધ કરવું:
જો તમે તમારું PPF ખાતું 15 વર્ષની સમાપ્તિ પહેલાં બંધ કરો છો, તો કુલ રકમ શરતો અનુસાર આપવામાં આવશે. જો કે આ રકમ વ્યાજ દરમાં ઘટાડો કરીને આપવામાં આવશે. જો તમારે સમયથી પહેલાં PPF અકાઉન્ટ બંધ કરવા માગો છો તો તે થઈ શકે છે. પણ તેના માટે અમુક ચોક્કસ નિયમ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે PPF અકાઉન્ટ ખોલી શકાય છે અને તેને બંધ કરી શકાય છે. અમુક શરતો સાથે ખાતુ ખલ્યા પછી 5 વર્ષ બાદ પૈસા ઉપાડી શકાય છે. જો તમારું પીપીએફ ખાતુ ઈનએક્ટિવ થઈ ગયું છે તો તેને રિએક્ટિવ કરાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પીપીએફમાં રોકાણ કરી શકાય છે.