Petrol ખરીદતાં પહેલાં બતાવવું પડશે આ સર્ટિફિકેટ, ટૂંક સમયમાં નિર્ણય પર લાગી શકે છે મોહર
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આ નીતિ અમને મદદ કરશે કે કેવી રીતે પ્રદૂષિત વાહનોને દિલ્હીમાં ચાલતા અટકાવી શકાય અને લોકો અહીં સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકે. જણાવી દઈએ કે આ ડ્રાફ્ટને લોકોના અભિપ્રાય માટે રાખવામાં આવ્યો છે અને લાગૂ કરતા પહેલા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ દિલ્હી સરકાર ટૂંક સમયમાં પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે PUC પ્રમાણપત્ર ફરજિયાત બનાવશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આ નીતિ અમને મદદ કરશે કે કેવી રીતે પ્રદૂષિત વાહનોને દિલ્હીમાં ચાલતા અટકાવી શકાય અને લોકો અહીં સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકે. જણાવી દઈએ કે આ ડ્રાફ્ટને લોકોના અભિપ્રાય માટે રાખવામાં આવ્યો છે અને લાગૂ કરતા પહેલા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.
પેટ્રોલ માટે પણ જરૂરી રહેશે PUC સર્ટિફિકેટ
વાહન માલિકોએ તેમનું પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) દિલ્હીના પેટ્રોલ પંપ પર લઈ જવાનું રહેશે. જો PUC અમાન્ય હશે, તો તેને તે જ પંપ પર ફરીથી ઇશ્યૂ કરાવવું પડશે. દિલ્હીની ખરાબ હવા ગુણવત્તા (AQI) સ્તરને ધ્યાનમાં રાખીને, આ પગલાથી રસ્તાઓ પર બિન-પ્રદૂષિત વાહનો જોવા મળશે.
શું તમે ક્યારે ખાધી છે 'શાકાહારી ફિશ ફ્રાઇ? કિંમત જાણીને યૂઝર્સે આપ્યા અજીબોગરીબ રિએક્શન
પેટ્રોલ પંપ પર જ થશે ચેકિંગ
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હી સહિત ઉત્તર ભારત ખાસ કરીને શિયાળામાં ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરે છે. આ નીતિના અમલ પછી, વાહનોને પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરતી વખતે ફરજિયાતપણે પીયુસી પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. આમ, રાજ્યના દરેક વાહનના પ્રદૂષણ સ્તરની સમયાંતરે ચકાસણી કરવામાં આવશે.
PUC પ્રમાણપત્ર શું છે?
વાહનોના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રજિસ્ટર્ડ PUC કેન્દ્રો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) ઇશ્યૂ કરવામાં આવે છે. દિલ્હીમાં 10 ઝોનમાં લગભગ 966 આવા કેન્દ્રો છે. તેઓ વાહનોના પ્રદૂષણનું નિરીક્ષણ કરવામાં અને ઉત્સર્જનના ધોરણો અનુસાર વાહનોની ફિટનેસને પ્રમાણિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. PUC કેન્દ્રો દ્વારા યોગ્ય પ્રમાણપત્રો ઇશ્યૂ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે પ્રદૂષણ સ્તર પરીક્ષણ નિરીક્ષકો દ્વારા સમયાંતરે તપાસ પણ કરવામાં આવે છે.
દિલ્હી સરકાર કરી રહી છે ખાસ તૈયારી
દિલ્હી સરકાર આ નીતિના અસરકારક અમલીકરણ માટે ટેકનોલોજી આધારિત પદ્ધતિઓ સ્થાપિત કરવા પર પણ કામ કરી રહી છે, જેથી વાહન માલિકો તેમજ પેટ્રોલ પંપના માલિકોને PUC પ્રમાણપત્રોની ચકાસણીના સંબંધમાં કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે અને લાંબી લાઇનો ન લાગે. આ પદ્ધતિઓમાં RFID જેવી ટેકનોલોજીનો પણ સમાવેશ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube