નવી દિલ્હીઃ દેશની અગ્રણી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ ગત 1 મે 2019થી પોતાની ચોક્કસ મેચ્યોરિટી પર તમારી ફિક્સ્ડ ડિપોઝિટ જમા પર મળનારા વ્યાજદરોમાં સંશોધન કર્યું છે. નવા સંશોધન બાદ બેન્કે 333 દિવસની પાકતી મુદત ફિક્સ્ડ ડિપોઝિટ જમા પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તો એક વર્ષ માટે વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેન્કની વેબસાઇટ www.pnbindia.in પ્રમાણે બેન્ક સામાન્ય જનતાને 6.95 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 333 દિવસની  પાકતી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટમાં 7.45 ટકા વ્યાજ આપી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એફડી પર 7.1 અને 7.6 ટકા વ્યાજદર
આ પહેલા બેન્કે આ પાકતી મુદતની એફડી પર ક્રમશઃ 7.1 ટકા અને 7.6 ટકા વ્યાજદરોની ચુકવણી કરી હતી. અમારી સહયોગી  www.zeebiz.com/hindiમાં પ્રકાશિત ખબર અનુસાર પીએનબી હવે એક વર્ષની પાકતી મુદત એટલે કે એફડી પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજની ચુકવણી કરશે. 


1 મેથી લાગૂ થયા નવા વ્યાજદર
પહેલા આ વ્યાજદર ક્રમશઃ 6.75 ટકા અને 7.25 ટકા હતો. પરંતુ બેન્કે અન્ય પાકતી મુદત પર વ્યાદજરોને યથાવત રાખ્યા છે. પીએનબીમાં 1 મેથી લાગૂ થનારા વ્યાજદર વિશે વિસ્તારથી વાંચો. આ વ્યાજદર 2 કરોડ રૂપિયાની રકમ સુધી લાગૂ છે. 


આ છે પીએનબીનો નવો વ્યાજદર