નવી દિલ્હીઃ Pyramid Technoplast IPO: આઈપીઓમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. 18 ઓગસ્ટથી વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ 151-166 રૂપિયા નક્કી કરી છે. કંપનીનો ટાર્ગેટ આ બુક-બિલ્ટ-ઈશ્યૂથી 153.05 કરોડ રૂપિયા ભેગા કરવાના છે. નોંધનીય છે કે SBFC ફાઇનાન્સ, કોનકોર્ડ બાયોટેક અને ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સ બાદ આ ઓગસ્ટ 2023માં ચોથો આઈપીઓ હશે. નોંધનીય છે કે કંપનીના સ્ટોકે હજુ ગ્રે માર્કેટમાં ડેબ્યૂ કર્યું નથી. આવો આઈપીઓ વિશે વિગતવાર જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. આઈપીઓની કિંમત 151-166 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 


2. આ આઈપીઓ 18 ઓગસ્ટ, શુક્રવારે રોકાણ માટે ઓપન થશે અને 22 ઓગસ્ટ મંગળવારે બંધ થશે. પિરામિડ ટેક્નોપ્લાસ્ટિસનો આઈપીઓ બીએસઈ, એનએસઈ પર લિસ્ટ થશે.


3. પિરામિડ ટેક્નોપ્લાસ્ટ આઈપીઓના લિસ્ટિંગની સંભવિત તારીખ 30 ઓગસ્ટ, 2023 છે. 


આ પણ વાંચોઃ ₹4000 રૂપિયાવાળો આ શેર ₹656 પર આવી ગયો, વિદેશી ઈન્વેસ્ટરો સતત વેચી રહ્યાં છે શેર


4. આઈપીઓની સાઇઝ 9,220,000 શેર (કુલ મળી 153.02 કરોડ સુધી) ની છે. 


5. રિટેલ ઈન્વેસ્ટરો ઓછામાં ઓછા 90 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 90 શેરના ગુણકમાં બોલી લગાવી શકે છે. રિટેલ 190 શેર, રિટેલ 131170 શેર માટે બોલી લગાવી શકે છે. 


6. રિટેલ ઈન્વેસ્ટર એક લોટ (90 શેર) માટે ઓછામાં ઓછા 14940 રૂપિયામાં અપજી કરી શકે છે, અને વધુમાં વધુ રોકાણ 1,94,220 (1170 શેર) થશે.


7. આઈપીઓનું એલોટમેન્ટ 25 ઓગસ્ટ સુધી થઈ શકે છે.


8. બિગશેયર સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડને આઈપીઓના રજીસ્ટ્રાર નિમણૂક કર્યાં છે. 


9. વિજયકુમાર અગ્રવાલ, જયપ્રકાશ અગ્રવાલ, પુષ્પા દેવી અગ્રવાલ, મધુ અગ્રવાલ, યશ સિંથેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ક્રેન્ડેસ ફાઈનાન્શિયલ કન્સ્ટન્સી એલએલપી કંપનીના પ્રમોટર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube