અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તે લાઈમલાઈટમાં છે. એક દિવસ પહેલા જ તેનો લગ્ન પછીનો પહેલો બર્થડે હતો જે એન્ટીલિયામાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દરમિયાન સમગ્ર પરિવારના લોકો હાજર રહ્યા. બર્થડે સેરેમની દરમિયાન મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ. આ બધા વચ્ચે રાધિકાના બર્થડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. રાધિકા બર્થડેના દિવસે ખુબ જ સુંદર લાગી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્થડે સેલિબ્રેશન, પહેલા પતિને ખવડાવી કેક
પરિવારના લોકોની હાજરીમાં જ્યારે રાધિકાએ  કેક કાપી તો પહેલા તેણે પતિ અનંત અંબાણીને કેક ખવડાવી ત્યારબાદ સસરા મુકેશ અંબાણીને ઓફર કરી અને પછી પોતાના મમ્મી પપ્પાને કેક ખવડાવીને આશીર્વાદ લીધા. પરંતુ જેવા જેઠ આકાશ અંબાણી પાસે તે ગઈ અને કેક ખવડાવવાનો પ્રયત્ન કર્યો તો આકાશે તેને રોકી અને ન ખાધી. આ સાથે ઈશારામાં એમ પણ કહ્યું કે પહેલા બા એટલે કે દાદીને કેક ખવડાવો. 



લોકો કરી રહ્યા છે આકાશની પ્રશંસા
આકાશના ઈશારાને સમજીને રાધિકાએ એમ જ કર્યું અને તેણે બાને બર્થડે કેક ખવડાવી. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો આકાશના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આકાશને જેન્ટલમેન ગણાવ્યો તો કેટલાક લોકો એમ કહે છે કે કોકિલાબેનને સૌથી પહેલા કેક ખવડાવીને તેમના આશીર્વાદ લેવા જોઈતા હતા. બર્થડે પાર્ટીમાં એમએસ ધોની ઉપરાંત ઓરી, અનન્યા પાંડે, શિખર પહાડિયા, જ્હાન્વી કપૂર, અર્જૂન કપૂર, વગેરે હસ્તીઓ પણ સામેલ હતા. 


અત્રે જણાવવાનું કે અનંત અને રાધિકાના લગ્ન આ વર્ષે જુલાઈ મહિનામાં થયા હતા. આ લગ્ન ખુબ જ ધામધૂમથી થયા હતા અને માત્ર દેશમાં નહીં પરંતુ દુનિયામાં ચર્ચાના ચગડોળે ચડ્યા હતા. મીડિયાના એક અંદાજા મુજબ આ લગ્નમાં આશરે 5000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. અનેક દિવસ ચાલેલા કાર્યક્રમમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા.