નવી દિલ્હી: રાહુલ બજાજ (Rahul Bajaj) હવે બજાજ ઓટો (Bajaj Auto)ના એક્ઝિક્યુટિવ ચેરમેનનું પદ છોડશે. તેમનો કાર્યકાળ 31 માર્ચ 2020ના રોજ પુરો થાય છે. ત્યારબાદ રાહુલ બજાજ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની ભૂમિકામાં આવી જશે. એટલે કે ગ્રુપના નિર્ણયોમાં તેમની સીધી દરમિયાનગિરી નહી હોય. બજાજ ઓટોએ ગુરૂવારે આ જાણકારી આપી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડે તેમને એપ્રિલ 2015માં એક્ઝિક્યુટિવ ચેરમેન નિયુક્ત કર્યા હતા. તેમનો કાર્યકાળ 5 વર્ષનો હતો. કંપનીએ જણાવ્યું હતું કે કેટલીક પ્રતિબદ્ધતાઓના લીધે તેમણે કંપનીના પૂર્ણકાલિક ડાયરેક્ટરના રૂપમાં કામ ન કરવાનો નિર્ણય લીધો. 


તમને જણાવી દઇએ કે રાહુલ બજાજે વર્ષ 1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તેમના નેતૃત્વમાં જ બજાજ ઓટોનું ટર્નઓવર 7.2 કરોડથી 12 હજાર કરોડ સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ સ્કૂટર વેચનાર દેશની અગ્રણી કંપની બની ગઇ હતી. 2005માં રાહુલ બજાજના પોતાના પુત્ર રાજીવને કંપનીની કમાન સોંપી દીધી હતી. ત્યારે તેમણે રાજીવને બજાજ ઓટોના મેનેજીંગ ડાયરેક્ટર બનાવ્યા હતા. ત્યારબાદ ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીમાં કંપનીના પ્રોડક્ટની માંગ ફક્ત સ્થાનિક બજારમાં જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube