1 વર્ષમાં ત્રણ ગણા, 3 વર્ષમાં 13 ગણા પૈસા, રોકેટની જેમ ભાગી રહ્યો છે રેલવેનો આ શેર, રોકાણકારોને ફાયદો
રેલ વિકાસ નિગમના સ્ટોકે લાંબા અને નાના ગાળામાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. કોરોના કાળમાં આ સ્ટોક 14 રૂપિયામાં મળી રહ્યો હતો પરંતુ આજે તેની કિંમત 169 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેવામાં તમે તેના રિટર્નનો અંદાજ લગાવી શકો છો.
નવી દિલ્હીઃ શેર બજારમાં પૈસા લગાવવા માટે ઈન્વેસ્ટરોની પાસે હજારો વિકલ્પ છે. પરંતુ એક સમજદાર ઈન્વેસ્ટર હંમેશા તે કંપનીમાં રોકાણ કરે છે જે પોતાના સેક્ટરમાં સારૂ પ્રદર્શન કરી રહી છે તથા ભવિષ્યમાં તેના આગળ વધવાની સંભાવના છે. આવો એક સ્ટોક આ દિવસોમાં ચર્ચામાં છે. રેલવે સેક્ટરથી આવનાર આ શેરની ખુબ ચર્ચા થઈ રહી છે, કારણ કે તેણે માત્ર 6 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે.
આ વચ્ચે રેલ વિકાસ નિગમના એક શેરને લઈને સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં કંપનીને હિમાચલ પ્રદેશ સરકારથી આશરે 1097 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે. આ ઓર્ડર રાજ્યના સાઉથ ઝોનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેપલોપમેન્ટ માટે મળ્યું છે. આ સમાચારને કારણે રોકાણકારો ફરી આકર્ષિત થયા છે. શુક્રવારે રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં આશરે 2 ટકાની તેજી આવી હતી. શેરનો વર્તમાન ભાવ 169.30 રૂપિયા છે.
છેલ્લા એક મહિનામાં રેલ વિકાસ નિગમ લિમિટેડના સ્ટોકે 22 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા છ મહિનામાં આ શેર 77 રૂપિયાના લેવલથી 169 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સમયગાળામાં ઈન્વેસ્ટરોને 125 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે.
આ પણ વાંચોઃ 2 વર્ષમાં 2900% ની તેજી, આ મલ્ટીબેગર સ્ટોકે 1 લાખના બનાવી દીધા 30 લાખ રૂપિયા
તો છેલ્લા 1 વર્ષમાં રેલ વિકાસ નિગમ લિમિટેડના સ્ટોકે ઈન્વેસ્ટરોને 372 ટકાનું રિટર્ન આપ્યું છે, જ્યારે પાંચ વર્ષમાં આ આંકડો 757 ટકા રહ્યો છે.
કોરોના કાળમાં શેર બજારમાં આવેલા ઘટાડા દરમિયાન 20 માર્ચ 2020ના રેલ વિકાસ નિગમનો શેર 14 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો હતો. પરંતુ હવે 169 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. આ સમયગાળામાં RVNL ના સ્ટોકે 1300 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.
ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube