સમીર દીક્ષિત, નવી દિલ્હી: આ વર્ષના રેલ બજેટમાં ત્રણ મુખ્ય બિંદુઓ હશે, જેની ટેગલાઇન છે, 'સેફર, ફાસ્ટર, બેટર'. બજેટમાં રેલવેને જેટલી ફાળવણી થશે, તે આ ત્રણ વસ્તુઓ પર ખર્ચ કરવામાં આવશે. પૈસા કેવી રીતે ખર્ચ થશે, તેની મુદ્દાસર પુરી તૈયારી છે. Zee Business ને મળેલી એક્સક્યૂસિવ જાણકારી અનુસાર અમે તમને જણાવી રહ્યાં છીએ ત્રણેય તબક્કામાં શું ખાસ હશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો ગુજરાતના કયા શહેરમાં કેટલો છે ભાવ


1. સેફર એટલે સુરક્ષિત બનાવવી
વિભિન્ન રિપોર્ટ્સના અનુસાર દરે વર્ષે સરેરાશ 600 થી 800 નાના-મોટા રોડ અકસ્માત થાય છે. એટલા માટે પહેલી ચિંતા છે કે રેલવેને સુરક્ષિત કેવી રીતે બનાવવામાં આવે અને તેના માટે પ્રોટેક્શન વોર્નિંગ સિસ્ટમ, GPS વાળો ટ્રેન ટ્રેક સિસ્ટમ અને અતિઆધુનિક ટેક્નિક સાથે ટ્રેક મેંટેનેંસમાં સુધારો કરવો, આ ત્રણેય વસ્તુઓને રેલવેમાં સારી રીતે લાગૂ કરવામાં આવશે. માનવ રહિત ક્રોસિંગનો ટાર્ગેટ, રેલવેમાં લગભગ પુરો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે-જે ફાટક પર કર્મચારી તૈનાત છે, તેમાં સુધારો કરવામાં આવશે. 

રદ્દી બની જશે તમારું PAN કાર્ડ, સરકારનો ફેંસલો, 31 માર્ચ પછી નહી લાગે કામ


2. ફાસ્ટર એટલે કે ઝડપી બનાવવી
બીજો મુદ્દો છે ફાસ્ટર એટલે કે હાલની ટ્રેનોની ગતિ વધારવી, જેથી રેલવે વધુ સારી બની શકે છે. આ તબક્કામાં રેલવે હાલની ટ્રેનોની સ્પીડ વધારવા પર ભાર મુકશે અને કેટલીક નવી સેમી હાઇ સ્પીડ ટ્રેનો શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વધુમાં વધુ ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશન બાદ ઘણી ટ્રેનોની ગતિ વધારવામાં મદદ મળી છે. સાથે જ રેલવે હાઇ સ્પીડ કોરિડોર પણ તૈયાર કરશે. રેલવેનો પ્રયત્ન છે કે તેને બજેટમાં જે ફાળવણી મળશે તેનાથી, ભારતીય રેલ 'ફાસ્ટર' ટેગને વધુ મજબૂત કરવામાં આવશે. 

SpiceJet નો આગામી પ્લાન, ગુજરાતમાં શરૂ કરશે સી-પ્લેનની સુવિધા


3. બેટર એટલે સારી કરવી
ત્રીજો મુદ્દો મહત્વપૂર્ણ છે, જેના પર આઝાદી સતત કામ થતું રહ્યું છે પરંતુ વધુ કામ થવાની જરૂરિયાત છે. સૂત્રોના અનુસાર બજેટની ફાળવણી બાદ મુસાફરોની સુવિધાઓ પર ભાર મુકવામાં આવશે. જોકે ઘણા સ્ટેશન પર એસ્કેલેટર, લિફ્ટ, વાઇ-ફાઇ, સારું ભોજન જેવી સુવિધાઓ મળશે. સાથે સ્ટેશનો પર દિવ્યાંગો માટે સુવિધાઓ વધારવામાં આવશે અને સુરક્ષા મજબૂત થશે. આ સાથે જ ઘણી ટ્રેનોના કોચ અપડેટ કરવા પડશે.