નવી દિલ્હીઃ રેલ યાત્રા કરવી હવે મોંઘી બની શકે છે. કારણ કે કેન્દ્ર સરકારે રેલવેના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરી લીધો છે. આ બાબતને વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટને મંજૂરી આપી દીધી છે. રેલવેના ભાડામાં લગભગ 10 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર ટૂંક સમયમાં આ જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલ મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે, રેલવે બોર્ડના ચેરમેને ભાડું બધારવાના પ્રસ્તાવ પર વાતચીત કરી લીધી છે. ટૂંક સમયમાં વિભિન્ન ટ્રોનોમાં ભાડું વદારવાની જાહેરાત કરી દેવામાં આવશે. મંત્રાલયે દેશભરમાં ચાલતી વિવિધ પેસેન્જર ટ્રેનોમાં તમામ શ્રેણીઓમાં ભાડું વધારવાનો રોડમેપ તૈયાર કરી લીધો છે. 


એસી, સ્લીપર, સામાન્ય અને પાસના રેટમાં વધારો
સૂત્રો પ્રમાણે પ્રવાસી ભાડું તમામ શ્રેણીઓમાં વધારવાની યોજના છે. પ્રસ્તાવ પ્રમાણે એસી, સ્લીપર, સામાન્ય શ્રેણીનું ભાડું વધશે, સાથે માસિક રેલવે પાસ પણ મોંઘો થશે. પરંતુ સરકાર ભાડાને રેશનલાઇઝ રાખશે. તેમ છતાં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે ભાડામાં 10 ટકા સુધીનો વધારો થઈ શકે છે. 


પેટ્રોલ-ડીઝલની માફક હવે CNG ની થશે હોમ ડિલિવરી, મોદી સરકારનો પ્લાન


માલભાડાના ભાવમાં થઈ શકે છે ઘટાડો
માલ લઈ જવાની આવકમાં થયેલા ઘટાડાને જોતા રેલ મંત્રાલયે માલભાડામાં ઘટાડો કરવા પર વિચાર કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે હાલના ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત થઈ શકે છે. તેનાથી આવક વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube