રેલ્વે મંત્રીનું મહત્વની જાહેરાત, રેલ્વેમાં હવે નહી ચાલે આવા એન્જિન
યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી LBH કોચનું નિર્માણ વધારી દેવામાં આવ્યું હોવાનો રેલ્વે મંત્રીનો દાવો
નવી દિલ્હી : કેન્દ્રીય કોલસા અને રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારતીય રેલ્વે આગામી 5 વર્ષમાં ડીઝલ એન્જિનનો ઉપયોગ સંપુર્ણ બંધ કરી દેશે. વિજળી આધારિત એન્જીનનો ઉપયોગ વધારવામાં આવશે. જેનાં કારણે ગતિ વધાવાની સાથે સાથે બચતમાં પણ વધારો થશે. ગોયલ ફિક્કીનાં રાષ્ટ્રીય કાર્યકારી પરિષદનાં સભ્યોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ડિઝલ એન્જિનને આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર નાબુદ કરવામાં આવશે. જેનાં કારણે રેલ્વેનાં 11500 કરોડ રૂપિયાની બચત થશે.
ગોયલનાં અનુસાર, ડિઝલ એન્જીનને યાર્ડમાં બેકઅપ માટે રાખવામાં આવશે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને રેલ્વેમંત્રીએ તેમ પણ કહ્યું કે તેમણે રેલ્વે અધિકારીઓને ઇન્ટીગ્રેટેડ કોચ ફેક્ટરી (ICF)નાં બદલે લિંક હોફમેન બ્રુશ્વ (LHB) કોચનું ઉત્પાદન વધારવા અંગે પણ આદેશો આપ્યા છે. તેમણે કહ્યું કે અમે એલએચબી ટાઇપ કોચનું ઉત્પાદન સતત વધારી રહ્યા છીએ, કારણ કે તે આઇસીએફ કોચોની તુલનામાં વધારે સુરક્ષીત છે.
ગોયલે કહ્યું કે, રેલ્વે કોચ ફેક્ટ્રીઓને એલએચબી કોચ વિકસિત કરવા માટે કહેવામાં આવ્યું છે. રાયબરેલી કોચ ફેક્ટ્રીને પોતાનું ઉત્પાદન વધારીને બમણું કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલ અહીંથી દર વર્ષે 1 હાજર કોચનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમણે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રાયબરેલી કોચ ફેક્ટ્રીનાં વિસ્તરણ માટે વધારે 200 એકર જમીનની માંગણી કરી છે. જે અંગે તેમની પ્રતિક્રિયા પણ ઘણી જ હકારાત્મક રહી છે. આ અંગે વાટાઘાટો ચાલી રહી છે. સમગ્ર યોજનાને ટુંક જ સમયમાં આખરી ઓપ આપવામાં આવશે.