Railway Stock: છેલ્લા એક વર્ષ દરમિયાન રેલ સેક્ટરની કંપનીઓએ શેર બજારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. માલામાલ કરનારી કંપનીઓના લિસ્ટમાં 
RailTel Corporation of India Ltd પણ છે. કંપનીના શેરની કિંમતમાં શુક્રવારે પણ તેજી જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે કંપનીનો શેર એનએસઈમાં 7.48 ટકાની તેજીની સાથે 408.80 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીનો શેર 25 જાન્યુઆરી 2024ના એક વર્ષના હાઈ 459.30 રૂપિયા પર હતો. ત્યારથી તેમાં 11 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ શેર પોતાના 52 વીક લો લેવલ 96.20 રૂપિયાથી પ્રતિ શેર અત્યાર સુધી 324.69 ટકાનો વધારો હાસિલ કરવામાં સફળ રહ્યો છે. 


શું છે એક્સપર્ટનો મત?
એક રિપોર્ટ અનુસાર ટેક્નિકલ એનાલિસ્ટ્સને શેર બુલિશ લાગી રહ્યો છે. એક્સપર્ટે 468 રૂપિયાનો ટાર્ગેટ સેટ કર્યો છે. પરંતુ સપોર્ટ પ્રાઇઝ ઝોન 400 રૂપિયાથી 370 રૂપિયા નક્કી કર્યો છે. નોંધનીય છે કે કંપનીમાં સરકારીની કુલ ભાગીદારી 72.84 ટકા છે. 


આ પણ વાંચોઃ દુનિયાના સૌથી મોંઘા શેર, ખરીદતા પહેલા કરોડપતિ પણ 10 વાર વિચારશે


શેર બજારમાં છેલ્લા છ મહિનામાં કેવું રહ્યું પ્રદર્શન?
છેલ્લા છ મહિના દરમિયાન કંપનીએ પોઝીશનલ ઈન્વેસ્ટરોને 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. એટલે કે આ દરમિયાન કંપનીએ પૈસા ડબલ કરી દીધા છે. નોંધનીય છે કે કંપનીનું માર્કેટ કેપ 13,11,996.21 કરોડ રૂપિયા છે. 


(ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)