Indian Railways: TA અને ઓવર ટાઇમ ભથ્થામાં કાપની તૈયારી! મંત્રાલય કરી શકે છે જાહેરાત
કોરોના મહામારી (Corona Pandemic)એ દેશની લાઇફ લાઇન ઈન્ડિયનરેલવે (Indian Railways) પર ખરાબ અસર પાડી છે. હવે તેની અસર કર્મચારીઓ પર દેખાવા લાગી છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Pandemic)એ દેશની લાઇફ લાઇન ઈન્ડિયનરેલવે (Indian Railways) પર ખરાબ અસર પાડી છે. હવે તેની અસર કર્મચારીઓ પર દેખાવા લાગી છે. કર્મચારીઓના રાત્રિ ભથ્થામાં કાપ મુકી ચુકેલ વિભાગની નજર હવે તેની યાત્રા અને ઓવરટાઇમ ભથ્થા (TA & Overtime allowances) પર છે. કોસ્ટ કટિંગના નામ પર હવે આ સુવિધાઓમાં કામ મુકવાનો વિચાર ચાલી રહ્યો છે. રેલવે મંત્રાલય જલદી આ સંબંધમાં જાહેરાત કરી શકે છે.
50 ટકા સુધી ઘટાડો સંભવ
જાણકારી પ્રમાણે રેલકર્મીઓનું યાત્રા ભથ્થુ (TA) અને ઓવર ટાઇમ એલાઉન્ટમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ પ્રસ્તાવને લઈને પૂર્વોત્તર રેલવે તંત્રએ વિભાગવાર સમીક્ષા પણ શરૂ કરી દીધી છે. આવી માહિતી પ્રથમવાર આવી રહી નથી, જેમાં વિભાગીય કર્મિઓની સુવિધાઓ પર કામ મુકવાનો ઉલ્લેખ છે. આ પહેલા ઓગસ્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભારતીય રેલવે નાણાકીય વર્ષ 2020-21 માટે પગાર અને પેન્શનને રોકવા પર વિચાર કરી રહ્યું છે. રેલવે મંત્રાલય આ સંબંધમાં આગળ વધી ગયું છે અને હવે માત્ર જાહેરાત બાકી છે.
પીએમ મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના સીએમ સાથે મંગળવારે કરશે બેઠક
રેલવેએ નકાર્યા દાવા
પરંતુ ભારતીય રેલવેએ આવા રિપોર્ટોને નકારી દીધા છે. રેલવેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એક ટ્વીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેની પાસે કોઈ પ્રસ્તાવ નથી અને આવા સમાચારો સંપૂર્ણ રીતે ભ્રામક અને નિરાધાર છે. તો કેન્દ્ર સરકારે પણ પુષ્ટિ કરી છે કે રેલવે કર્મચારીઓના વેતન અને પેન્શન પહેલાની જેમ મળતા રહેશે.
COVID-19 Lockdown સમયે ઉડી હતી અફવા
આવી અફવાઓ કોરોના મહામારી અને તેને લઈને રહેલા લૉકડાઉન દરમિયાન ઉડી હતી. આવી અફવાઓમાં ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું હતું કે રેલવેને મોટુ નુકસાન થયું છે, જેની ભરપાઈ તે રેલવે કર્મચારીના વેતનને કાપીને કરવા જઈ રહી છે. આ પહેલા રેલવેએ નાણામંત્રાલયની સાથે થયેલી બેઠકમાં વર્ષ 2020-21 માટે પેન્શનમાં 53 હજાર કરોડના ખર્ચની જાણકારી આપી હતી.
મોંઘવારી ભથ્થા પર મોદી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓ માટે શું છે ખાસ
ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં ભારતીય રેલવેના આશરે 13 લાખ કર્મચારી અને 15 લાખ પેન્શન ભોગી છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube