નવી દિલ્હીઃ હવે રેલવેના જનરલ કોચમાં સફર કરનાર યાત્રિકોને ભરપેટ ભોજન ખુબ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્ટેશનના પ્લેટફોર્મ પર જ જનરલ કોચની સામે ઇકોનોમી મીલ (Economy Meals) સ્ટોલ લગાવવામાં આવશે. આ સ્ટોલ પર 20 રૂપિયામાં ભોજન અને 3 રૂપિયામાં પીવાનું પાણી મળશે. શરૂઆતમાં આ સેવા દેશભરના 64 રેલવે સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે. પહેલા તેને 6 મહિના માટે ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવશે. બાદમાં આ યોજના તમામ રેલવે સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે. આ સુવિધા ઉત્તર ઝોનમાં 10, પૂર્વ ઝોનમાં 29, દક્ષિણ મધ્ય ઝોનમાં 3, દક્ષિણ ઝોનમાં 9 અને પશ્ચિમ ઝોનમાં 13 રેલવે સ્ટેશનો પર શરૂ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરીય ઝોનમાં, ફુલેરા, અજમેર, રેવાડી, આબુ રોડ, જયપુર, અલવર, ઉદયપુર અને મથુરા રેલવે સ્ટેશનો પર સસ્તા ફૂડ સ્ટોલ શરૂ થયા છે. એ જ રીતે પૂર્વ ઝોનમાં દુર્ગાપુર, આસનસોલ, સિયાલદાહ, માધુપુર, જસીડીહ, બાલાસોર, ખડગપુર, હિજલી, ન્યૂ કૂચબિહાર, ન્યૂ અલીપુરદ્વાર, કટિહાર, ન્યૂ તિન્સુકિયા, કામાખ્યા, ધનબાદ, રક્સૌલ, સમસ્તીપુર, બેતિયા, નરકટિયા, નરકટિયાનગર, બૈતિયાર, બૈતિયા, નરકટિયાનગર સુગુડા અને રાંચીએ આ સુવિધા શરૂ કરી છે.


આ પણ વાંચોઃ સિંગતેલના ભાવમાં ખતરનાક ઉછાળો : જુલાઈ મહિનામાં ત્રીજીવાર વધ્યા ભાવ


અહીં પણ મળશે સસ્તું ભોજન
દક્ષિણ મધ્ય ઝોનમાં, મુસાફરોને બિલાસપુર, રાયપુર અને ગોડિયનમાં ઇકોનોમી મીલ સ્ટોલ પરથી 20 રૂપિયામાં ભોજનની પ્લેટ અને 3 રૂપિયામાં પાણીની બોટલ મળી શકે છે. તેવી જ રીતે દક્ષિણ ઝોનના નવ સ્ટેશનો પર આ સેવા શરૂ થઈ છે. પશ્ચિમ ઝોનના સતના, પીપરિયા, નાગપુર, પુણે, ખંડવા, રાજકોટ અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સહિત 15 સ્ટેશનો પર સસ્તી પ્લેટ ઉપલબ્ધ છે.


રેલવેના ઇકોનોમી મીલમાં શું-શું મળશે?
ભોજન પ્રકાર 1માં પુરી, શાક અને અથાણું રૂ.20માં મળશે. ભોજન પ્રકાર 2 માં, નાસ્તો ભોજન (350 ગ્રામ) મળશે, જેની કિંમત રૂ. 50 હશે. 50 રૂપિયાના સેનેક્સ ભોજનમાં તમે રાજમા-ભાત, ખીચડી, છોલે-કુલચે, છોલે-ભટુરે, પાંવભાજી અથવા મસાલા ઢોસા ખાઈ શકો છો. આ સિવાય યાત્રીઓ માટે 200 mm પેકેજ્ડ સીલબંધ પાણી ઉપલબ્ધ થશે, જેની કિંમત 3 રૂપિયા રાખવામાં આવી છે. રેલવેની આ સેવા જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને ઘણો ફાયદો થશે. જનરલ કોચ જ્યાં રોકાય છે તે જગ્યાએ સસ્તા ખાદ્યપદાર્થોના સ્ટોલ ઉભા કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube