નવી દિલ્હી: હવે મુસાફરોને ટ્રેનમાં આધાર અથવા ડીએલ લઇને જવાની જરૂર નથી. ભારતીય રેલવેએ ટ્રેનોમાં આ ફોટો આઇડીના ડિજિટલ અવતારને સ્વિકાર કરવાની મંજૂરી આપી છે. હાં, રેલવેએ એ જરૂર સ્પષ્ટ કર્યું છે કે કોઇપણ એક કોપી સરકાર દ્વારા સંચાલિત ડિજિટલ સ્ટોરેજ સર્વિસ ડિજીલોકર (DigiLocker)માં રાખવી પડશે. ડિજીલોકરમાં કોઇપણ નાગરિક પોતાના સત્તાવાર દસ્તાવેજ મુકી શકે છે. રેલવેએ પોતાના સંબંધમાં પોતાના બધા જોનના પ્રમુખોને આ આદેશથી અવગત કરાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિજીલોકરમાં જાતે અપલોડ કરતાં માન્ય નહી ગણાય આઇડી
રેલવેએ જે આદેશ જાહેર કર્યો છે કે તેના અનુસાર જો કોઇ મુસાફર ડિજીલોકરના માધ્યમથી પોતાનું ઓળખપત્ર બતાવે છે તો તે ટ્રેનમાં માન્ય ગણાશે. તેના માટે જરૂરી આધાર અથવા ડીએલ ડિજીલોકર એકાઉન્ટના 'ઈશ્યૂડ ડોક્યૂમેંટ' સેક્શનમાં હોવું જોઇએ. ઇંડિયા ટૂડના સમાચાર અનુસાર આ દસ્તાવેજ યૂજરે જાતે અપલોડ કર્યા હશે તો તે ટ્રેનમાં માન્ય ગણાશે નહી.

ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની યાદ અપાવશે રાજકોટની ઝાહીદાની કરુણ કહાની


મોદી સરકારે ડિજિટલ ઇન્ડીયા અભિયાન હેઠળ ડિજીલોકર સુવિધા પુરી પાડી છે. તેમાં ડીએલ અથવા આધાર ડિજીટલ ફોર્મેટમાં રહે છે. સરકારે વિદ્યાર્થીને માર્કશીટ ડિજીટલ ફોર્મેટમાં ઇશ્યૂ કરાવવા માટે સીબીએસઇને કહ્યું છે. ગ્રાહકો પોતાના પેન વડે ડિજીલોકરમાં અપડેટ કરી શકે છે. 


એક જુલાઇથી બદલાઇ જશે આ વ્યવસ્થા
હવે કેવાઇસી માટે આધારની જરૂર નહી પડે. યૂઆઇડીએઆઇને વર્ચુઅલ આઇડી સિસ્ટમની શરૂઆત એક જુલાઇથી કરી દીધી છે. તેનાથી કેવાઇસી પુરું કરવા માટે આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો ડિજિટનો વર્ચુઅલ આઇડીનો ઉપયોગ કરી શકે છે. ટેલીકોમ કંપનીઓ અને બીજા સર્વિસ પ્રોવાઇડર પાસે કેવાઇસી માટે આ આઇડીનો ઉપયોગ કરી શકશે. જોકે યૂજરની પ્રાઇવેસીને જોતાં આ આઇડીની શરૂઆત કરવામાં આવી છે. 31 ઓગસ્ટ બાદ બેંકો અને બીજા સર્વિસ પ્રોવાઇડર પણ વર્ચુઅલ આઇડી પર શિફ્ટ થઇ જશે.