જો ભારે વરસાદ કે પુરમાં કાર તણાઈ જાય તો ક્લેમ મળશે કે નહીં? આ બાબતોનું જરૂર રાખજો ધ્યાન
Vehicles Damaged In Flood: ચોમાસાની શરૂઆત પછી, અવિરત વરસાદ ઘણા દિવસોથી લગભગ સમગ્ર ભારતમાં કહેર મચાવી રહ્યો છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Vehicles Damaged In Flood: ચોમાસાની શરૂઆત પછી, અવિરત વરસાદ ઘણા દિવસોથી લગભગ સમગ્ર ભારતમાં કહેર મચાવી રહ્યો છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વર્તમાન સમયની વાત કરીએ તો પહાડો પર પડેલા વરસાદને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ઘણા વિસ્તારોમાં કાર અને બાઇક પાણીમાં ડૂબેલા જોવા મળે છે. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે જો પૂરમાં કાર ડૂબી જાય અથવા ભારે વરસાદમાં તણાઈ જાય, તો ક્લેમ કરવાની સાચી રીત શું છે? આવી સ્થિતિમાં ક્લેમ મળશે કે નહીં?
આ કિસ્સામાં જો પૂરને કારણે તમારી કાર બગડી જાય કે ગુમ થઈ જાય તો તમારે કાર અથવા બાઇકના રિપેરિંગના ખર્ચનો ક્લેમ કરવા માટે તમારા વીમાદાતાનો સંપર્ક કરવો જોઈએ. અહીં એ જાણવું અગત્યનું છે કે દરેક કારનો વીમો તમને આ બાબતે મદદ કરી શકતો નથી. તેથી, કાર વીમા પૉલિસીનો લાભ લેતા પહેલા તેની વિશેષતાઓ અને ફાયદાઓને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે.
કાર વીમા કંપનીઓ એવી પૉલિસી ઑફર કરે છે જે માલિકોને કુદરતી આફતોને કારણે તેમની કારને થયેલા નુકસાનને રિપેર કરવામાં મદદ કરી શકે છે.
વ્યાપક કાર વીમા પૉલિસી
એક વ્યાપક કાર વીમા પૉલિસી તમને પૂર, ધરતીકંપ, ચક્રવાત જેવી કુદરતી આફતોથી થતા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે. આ પૉલિસી કાર અથવા કોઈપણ પ્રકારના વાહનોને આકસ્મિક નુકસાન, આગ અથવા વિસ્ફોટ, ચોરી અને થર્ડ પાર્ટી ક્લેમની જવાબદારીઓ પણ કવર કરી લે છે.
એન્જિન પ્રોટેક્શન કવર
વ્યાપક વીમા પૉલિસી કારના એન્જિનને થતા નુકસાનને આવરી લેતી નથી. આવા કિસ્સામાં તમારે એન્જિન પ્રોટેક્શન કવર લેવું પડશે. આ એડ-ઓન સાથે, તમે તમારી કાર અથવા બાઇકના એન્જિનના ભાગોના રીપેરીંગ અથવા બદલવા માટે ક્લેમ કરી શકો છો.
નો ક્લેમ બોનસ (NCB) પ્રોટેક્શન કવર
મોટાભાગના લોકો નો ક્લેમ બોનસ વિશે જાણતા હશે. જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે જો તમે પોલિસી મેળવ્યા પછી એક પણ ક્લેમ લીધો હોય તો તમે NCB થી વંચિત રહી જશો. NCB સાથે જો તમે દાવો કરો તો પણ તમને 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે..
ઇન્વોઇસ કવર (Return to Invoice Cover)
જો પૂરને કારણે કાર એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે કે તેનું રીપેરીંગ ન થઈ શકે, તો આવી સ્થિતિમાં ઈન્વોઈસ કવર ખુબ જ કામમાં આવે છે. જો તમારી પાસે આ કવર હોય, તો તમે તમારા વાહનની ખરીદ કિંમત અથવા કારના ઇન્વોઇસ મૂલ્યનો દાવો કરી શકો છો. આમાં રજીસ્ટ્રેશન અને રોડ ટેક્સનો ખર્ચ પણ સામેલ છે. તે તમારી પોલિસીની શરતો શું છે તેના પર પણ આધાર રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે કાર અથવા તમારા કોઈપણ વાહનનો વીમો લેતી વખતે તમારે ઈન્સ્યોરન્સના તમામ નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવા જોઈએ.
આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?
ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube