નવી દિલ્હીઃ પ્રારંભીક લોક પ્રસ્તાવ (આઈપીઓ) દ્વારા કમાણી કરનાર માટે સારા સમાચાર છે. હકીકતમાં એલઆઈસીની જેમ બે કંપનીઓ આઈપીઓ લોન્ચ કરવાની છે. આ બે કંપનીઓ છે- બાળકોની હોસ્પિટલની ચેન બનાવનારી રેનબો ચિલ્ડ્રેન્સ મેડિકેયર લિમિટેડ અને ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણ આપનારી ફર્મ ઈ-મુદ્રા લિમિટેડ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેબીએ આપી મંજૂરી
આ બે કંપનીઓના આઈપીઓને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની મંજૂરી મળી ગઈ છે. સેબીએ જણાવ્યું કે, આ બંને કંપનીઓ તરફથી આપવામાં આવેલી અરજીને 9-11 માર્ચ દરમિયાન મંજૂરી પત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બંને કંપનીઓએ નવેમ્બર-ડિસેમ્બર 2021માં આઈપીઓ માટે શરૂઆતી દસ્તાવેજ સેબીની પાસે જમા કરાવ્યા છે. 


આ પણ વાંચોઃ બાબા રામદેવની આ કંપનીના શેર ખરીદવા માટે પૈસા તૈયાર રાખશો, પછી નહીં મળે આવી તક  


કઈ કંપનીના કેટલા શેર
દસ્તાવેજોના ડ્રાફ્ટ પ્રમાણે રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેયર 280 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવા સિવાય 2.4 કરોડ ઇક્વિટી શેરોનું વેચાણ (ઓએફએસ) પણ લાવશે. બજારના સૂત્રોનું કહેવું છે કે આઈપીઓથી કંપની બે હજાર કરોડ રૂપિયા મેળવી શકે છે. 


તો ઈ-મુદ્રા લિમિટેડ 200 કરોડ રૂપિયા મૂલ્યના નવા ઇક્વિટી શેર જારી કરવા સિવાય 85.2 લાખ શેરોના વેચાણની રજૂઆત પણ કરશે. કંપની આઈપીઓ પૂર્વ નિયોજનથી 39 કરોડ રૂપિયા ભેગા કરવા પર વિચાર કરી શકે છે. આમ થવા પર નવા શેરોની રજૂઆત ઓછી કરવામાં આવશે. બંને કંપનીના ઇક્વિટી શેર બીએસઈ અને એનએસઈ બંને શેર બજારોમાં લિસ્ટેડ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube