નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બિઝનેસમેન રાજ કુંદ્રાની પૂછપરછ માટે સમન જાહેર કર્યા છે. રાજ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે ફેમસ છે. ઇડી રાજ કુંદ્રાની બિટકોઇન ગોટાળા મામલામાં પૂછપરછ કરશે. હાલમાં સમાચાર મળ્યા છે કે ઇડી રાજ કુંદ્રાની મુંબઈની ઓફિસ ખાતે પહોંચી ગયું છે. હાલમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી એવા બિટકોઇન યુઝર્સને નોટિસ મોકલવામાં આવી હતી જે રોજ એક કરોડ કે એનાથી વધારે રકમનું ડિલિંગ કરતા હતા. આ નામોનું લિસ્ટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઇડીને પણ મોકલવાનું આવ્યું છે. ઇડીને રાજ કુંદ્રા સિવાય બોલિવૂડના અનેક સ્ટાર્સ મની લોન્ડરિંગમાં શામેલ હોવાની શંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SC/ST કર્મચારીઓ માટે મોટા સમાચાર, સંબંધ છે પ્રમોશન સાથે


આ સમગ્ર મામલાની સંપૂર્ણ સ્પષ્ટતા રાજ કુંદ્રાની પૂછપરછ પછી જ થઈ શકશે. આ પહેલાં પણ રાજ કુંદ્રાનું નામ આઇપીએલની સટ્ટાબાજીમાં ખરડાઈ ચૂક્યું છે. ફિક્સિંગના આરોપ પછી તેના પર ક્રિકેટને લગતી ગતિવિધિ સાથે સંકળાવા માટે આજીવન પ્રતિબંધ લાગી ચૂક્યો છે. માર્ચ મહિનામાં રાજ કુંદ્રાએ આ પ્રતિબંધ વિરૂદ્ધ એક અરજી પણ દાખલ કરી હતી. રાજ કુંદ્રાઅને શિલ્પા શેટ્ટી આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના સહમાલિક હતા. સટ્ટાબાજીના આરોપ પછી રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આ્વ્યો હતો અને લેટેસ્ટ આઇપીએલ સિઝનથી જ રાજસ્થાન રોયલ્સનું કમબેક થયું છે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા કરો ક્લિક